સાથે જે સિમેન્ટ્ રેતી અને કપચી વાપરવામાં આવી રહી છે એમાં કપચીમા માટી ભેળસેળ કરી મોટા પાયે જનતાના ટેક્સના પૈસાનો વેડફાવ થઇ રહેલ છે આ બાબતે ઉચ્ચ રજુઆત તેમજ નગરપાલિકા ને જાણ કરેલ છે અને છતાં કામ રોકવામાં નહીં આવે તો બધા મીલીભગત છે એવુ જાહેર થશે

રાધનપુર નગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલા પીવાના પાણીના સંપ (Sump)ના બાંધકામને લઈને વિવાદ વધુ ઘેરો બન્યો છે. નગરસેવક જયાબેન ઠાકોરે કામની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઉઠાવી ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે.
જયાબેન ઠાકોરના જણાવ્યા અનુસાર બાંધકામનું કામ હજુ ચાલુ હોવા છતાં ફિનિશિંગ યોગ્ય રીતે કરવામાં આવી નથી. તેમણે આક્ષેપ કર્યો કે બાંધકામમાં રેતીનું પ્રમાણ વધુ હોવાથી સિમેન્ટ અને કપચીનું યોગ્ય બંધારણ જોવા મળતું નથી. ઉપરાંત, ઉપયોગમાં લેવાયેલા લોખંડના સળિયાઓ પર હાલથી જ કાટના નિશાન દેખાતા હોવાનું પણ તેમણે જણાવ્યું.
નગરસેવકે વધુમાં દાવો કર્યો કે બાંધકામમાં વપરાતી કપચીમાં માટીની ભેળસેળ કરવામાં આવી રહી છે, જેના કારણે કામની ગુણવત્તા પર પ્રશ્નો ઊભા થયા છે. તેમના મતે આવી સ્થિતિમાં જનતાના ટેક્સના નાણાંનો યોગ્ય ઉપયોગ થઈ રહ્યો છે કે નહીં તે અંગે તપાસ થવી જરૂરી છે.
આ સમગ્ર મામલે તેમણે નગરપાલિકા અને ઉચ્ચ અધિકારીઓ સમક્ષ લેખિત રજૂઆત કરી હોવાનું જણાવ્યું છે. તેમણે માંગ કરી છે કે કામની તકનિકી તપાસ કરીને જો અનિયમિતતા જણાય તો જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે. જો રજૂઆત છતાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે, તો સમગ્ર મામલે પારદર્શિતા અંગે વધુ પ્રશ્નો ઊભા થશે તેવી પણ તેમણે ચેતવણી આપી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
