10 બેઠકો પર ભાજપના મેનડેટવાળા તમામ ઉમેદવારો જીત્યા, કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ

સાંતલપુર તાલુકાના વારાહી માર્કેટ યાર્ડની ચૂંટણીના પરિણામોએ ભાજપમાં ઉત્સાહનો માહોલ સર્જ્યો છે. માર્કેટ યાર્ડની કુલ 16 બેઠકો પૈકી 6 બેઠકો બિનહરીફ થયા બાદ બાકીની 10 બેઠકો માટે મતદાન યોજાયું હતું.

10 બેઠકો માટે કુલ 14 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. મતગણતરી પૂર્ણ થયા બાદ ભાજપના મેનડેટ સાથે ચૂંટણી લડેલા તમામ 10 ઉમેદવારોનો વિજય થયો છે. પરિણામ જાહેર થતાં જ ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

 

વારાહી માર્કેટ યાર્ડમાં ભાજપની આખી પેનલનો વિજય થતાં માર્કેટ યાર્ડમાં ફરી એક વખત ભાજપનો ભગવો લહેરાયો છે. વિજેતા ઉમેદવારોના સમર્થકોએ અભિનંદન પાઠવી ખુશી વ્યક્ત કરી હતી.

ભાજપના વિજેતા ઉમેદવારો

આયર કરસનભાઈ મલાભાઈ
આયર દેવજીભાઈ રણમલભાઈ
આયર લખમણભાઈ ખીમાભાઈ
ચૌધરી પબાભાઈ હરિભાઈ
ચૌધરી ભીખાભાઈ ભગવાનભાઈ
ચૌધરી રણછોડભાઈ લક્ષ્મણભાઈ
ચૌધરી લક્ષ્મણભાઈ ગલાભાઈ
ઠાકોર લેંબાભાઈ દાનસંગભાઈ
મલેક ઇમરાનભાઈ રસુલખાન
વાઘેલા હરિસિંહસિંહ ખેંગારજી

આ પરિણામને સાંતલપુર તાલુકામાં ભાજપ માટે મહત્વપૂર્ણ રાજકીય સફળતા તરીકે જોવામાં આવી રહ્યું છે. માર્કેટ યાર્ડની ચૂંટણીમાં 10માંથી 10 બેઠકો મેળવી ભાજપે પોતાની સંગઠનાત્મક તાકાતનો પરચો આપ્યો છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!