શેરીએ-ગલીએ ધમધમતા પાન પાર્લરો પર ગુટખાના ખુલ્લેઆમ વેચાણ સામે સરકારી તાળાં લાગવા જોઈએ કે પછી આજના યુવાધને પોતે જ જાગૃત થઈને મોતની આ પડીકીઓને નકારવી પડશે? આ સળગતા સવાલ પર અમદાવાદી યુવાનો મેદાનમાં આવ્યા છે, તેમની પ્રતિક્રિયાઓ સીધો સણસણતો સવાલ ઊભો કરે છે.
