સિદ્ધપુર તાલુકાના ડીંડરોલ ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષણ કાર્ય અંગે વાલીઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાદ ઊભો થયેલો વિવાદ હાલ સમગ્ર ગામ સહિત શિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે.

વાલીઓએ શાળામાં યોગ્ય રીતે શિક્ષણ કાર્ય થતું ન હોવાના આક્ષેપો સાથે રજૂઆત કરવા જતા આચાર્ય તથા એક શિક્ષિકા દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું હોવાના તેમજ ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપવામાં આવી હોવાના આક્ષેપો કર્યા હતા.

મામલો ગંભીર બનતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. જેના પગલે સંબંધિત અધિકારીઓની ટીમ દ્વારા શાળાની મુલાકાત લઈ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ તપાસ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને તેનો અહેવાલ પણ તૈયાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

આ વિવાદને પગલે છેલ્લા કેટલાક દિવસોથી શાળાના શિક્ષણ કાર્ય પર પણ અસર પડી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વાલીઓ અને ગ્રામજનો તરફથી કરવામાં આવેલા આક્ષેપો ઉપરાંત શાળાના શિક્ષકોના પણ નિવેદનો લેવામાં આવ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળે છે. કેટલાક શિક્ષકોએ આચાર્ય તેમજ સંબંધિત શિક્ષિકા સામે રજૂઆતો કરી હોવાની પણ માહિતી મળી રહી છે.

સમગ્ર મામલે એક તરફ ગ્રામજનો અને વાલીઓ દ્વારા વિવિધ આક્ષેપો કરવામાં આવ્યા છે, જ્યારે બીજી તરફ શાળા તરફથી પણ પોતાનો પક્ષ રજૂ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. તેથી તપાસ અહેવાલમાં હકીકતો શું સામે આવી છે અને અધિકારીઓ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તેના પર હવે સૌની નજર છે.

ડીંડરોલની આ શાળાને લઈને ચાલી રહેલા વિવાદમાં તપાસ રિપોર્ટના આધારે શિક્ષણ વિભાગ દ્વારા લેવાતા આગામી નિર્ણયથી સમગ્ર મામલાની દિશા સ્પષ્ટ થવાની શક્યતા છે. હાલ ગામમાં તેમજ શિક્ષણ ક્ષેત્રે આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!