22 સપ્ટેમ્બરે ગુજરાતના એકતાનગર (કેવડિયા)માં ભારતીય સિનેમાનો સૌથી પ્રતિષ્ઠિત અને સર્વોચ્ચ ગણાતો નેશનલ ફિલ્મ એવોર્ડનો ભવ્ય સમારોહ યોજાઈ રહ્યો છે, ત્યારે આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ, કેન્દ્રીય મંત્રીઓ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ અને બોલિવૂડ તેમજ સાઉથના સેલિબ્રિટીઓ ઉપસ્થિત રહેશે. 72માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં (નેશનલ ફિલ્મ અવોર્ડ્સ) ફિલ્મ ‘આર્ટિકલ 370’ને સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મ, ફિલ્મ ‘શ્રીકાંત’ને સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મ અને યામી ગૌતમને લીડિંગ રોલમાં બેસ્ટ એક્ટ્રેસનો પુરસ્કાર અપાશે. ગુજરાતી ફિલ્મ ‘મારણ’ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો અવોર્ડ મળશે. જ્યારે, ‘ભ્રમયુગમ’ માટે મમૂટી અને ‘ચંદુ ચેમ્પિયન’ માટે કાર્તિક આર્યનને સંયુક્ત રીતે લીડિંગ રોલમાં બેસ્ટ એક્ટરનો પુરસ્કાર અપાશે. વર્ષ 1954થી ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આપવામાં આવતા આ એવોર્ડના 72 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત દિલ્હી બહાર યોજાઈ રહ્યો છે અને આ વખતે ગુજરાતને યજમાની સોંપવામાં આવી છે. જેને લઈને એકતાનગર ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સ્ટેટ્યુ ઓફ યુનિટી ખાતે મહેમાનો માટે AC જર્મન ડોમ તૈયાર કરાયો છે, જેમાં 1000 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત મહેમાનો ગુજરાતી વાનગીઓ પીરસવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીએ પહોંચ્યું દિવ્ય ભાસ્કર
એકતનગરમાં યોજાનારા ઐતિહાસિક 72માં નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહને લઈને દિવ્ય ભાસ્કરની ટીમ સ્થળ પર પહોંચી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક ‘બસ બે’ (બસ ટર્મિનલ) વિસ્તારમાં કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ ભવ્ય સમારોહને સફળ અને યાદગાર બનાવવા માટે વિવિધ ક્ષેત્રના 500થી વધુ ટેકનિશિયનો, કારીગરો અને મજૂરોની ટીમ રાત-દિવસ સતત કામગીરીમાં જોડાયેલા છે. ‘જર્મન એલ્યુમિનિયમ સ્ટ્રક્ચરલ ડોમ’, વોટરપ્રૂફ અને સેન્ટ્રલી એર-કંડિશન્ડ
સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જ 1,000 લોકોની બેઠક ક્ષમતા ધરાવતો વિશાળ અને હાઇટેક ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ આધુનિક ‘જર્મન એલ્યુમિનિયમ સ્ટ્રક્ચરલ ડોમ’ સંપૂર્ણ રીતે વોટરપ્રૂફ અને સેન્ટ્રલી એર-કંડિશન્ડ હશે. સાથે જ સમારોહના શાનદાર અનુભવ માટે તેને સ્ટેટ-ઓફ-ધી-આર્ટ સાઉન્ડ અને આધુનિક લાઇટિંગ સિસ્ટમથી સંપૂર્ણપણે સજ્જ કરવામાં આવી રહ્યો છે. આકર્ષક સ્ટેજ લાઇટિંગ અને વીઆઈપી લાઉન્જ
‘જર્મન ડોમ’નું સ્ટ્રક્ચર અને અંદરના ઈન્ટિરીયરનું કામ આખરી તબક્કામાં છે. હાઇટેક સાઉન્ડ સિસ્ટમ, આકર્ષક સ્ટેજ લાઇટિંગ અને વીઆઈપી લાઉન્જ તૈયાર કરવા માટે સ્પેશિયલિસ્ટ્સ સતત મોનિટરિંગ કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ અને દેશના દિગ્ગજ ફિલ્મ કલાકારોના આગમન પહેલા સમગ્ર પરિસરને આકર્ષક રોશની અને થીમ આધારિત ડેકોરેશનથી સજ્જ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સાંજે 4થી 6 વાગ્યા સુધી મુખ્ય એવોર્ડ વિતરણ સમારોહ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઉપસ્થિતિમાં આશરે 75 મિનિટના મુખ્ય પ્રોટોકોલ સેશન દરમિયાન વિવિધ કેટેગરીના વિજેતાઓને એવોર્ડ અને સન્માનપત્ર એનાયત કરાશે. સાંજે 4થી 5:15 વાગ્યા દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, કેન્દ્રીય મંત્રીઓ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય અને રાષ્ટ્રગાન સાથે મુખ્ય સમારોહની શરૂઆત થશે. ત્યારબાદ ફીચર ફિલ્મ, નોન-ફીચર ફિલ્મ તેમજ શ્રેષ્ઠ અભિનેતા અને અભિનેત્રી સહિત વિવિધ શ્રેણીઓમાં એવોર્ડ એનાયત કરવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લેઝર અને લાઇટ એન્ડ સાઉન્ડ શો
સાંજે 5:15થી 6 વાગ્યા દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ફિલ્મ ઉદ્યોગની હસ્તીઓને સંબોધન કરશે. ત્યારબાદ તમામ એવોર્ડ વિજેતાઓ સાથે સત્તાવાર ગ્રુપ ફોટોગ્રાફી કરવામાં આવશે. મુખ્ય સમારોહ પૂર્ણ થયા બાદ સાંજે 6:30 વાગ્યા પછી મહેમાનો માટે નર્મદા નદી કાંઠે વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ખાસ થીમ આધારિત લેઝર તેમજ લાઇટ એન્ડ સાઉન્ડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ‘આ સમારોહથી એકતાનગરને મહત્તમ પ્રસિદ્ધિ મળશે’: અમિત અરોરા, CEO
સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીના CEO અમિત અરોરાએ જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી માટે આ ખૂબ જ ગર્વની વાત છે કે આ વખતે એકતાનગરમાં નેશનલ ફિલ્મ એવોર્ડ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દર વર્ષની જેમ આ વખતે પણ રાષ્ટ્રપતિ વિજેતાઓને એવોર્ડ એનાયત કરવા પધારી રહ્યા છે. ઓથોરિટીએ જિલ્લા પ્રશાસન સાથે મળીને આ કાર્યક્રમની તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો છે. ઓથોરિટીનો મુખ્ય હેતુ એ છે કે, અહીં જે સમગ્ર સર્વાંગી અને પ્રવાસન આધારિત વિકાસ થયો છે, તેને એવોર્ડ વિજેતાઓ અને આવનારા તમામ મુલાકાતીઓ સમક્ષ યોગ્ય રીતે રજૂ કરી શકાય. આપણી વચ્ચે આવનારા તમામ સ્ટાર્સ અને જાણીતી હસ્તીઓ દેશમાં મોટી ઓળખ ધરાવે છે, જેનાથી એકતાનગરને મહત્તમ પ્રસિદ્ધિ મળશે અને લોકો સુધી આ સંદેશ પહોંચશે કે, અહીં કેવા પ્રકારનો વિકાસ થયો છે. ગુજરાતને આટલી મોટી તક મળી તે ગર્વની ક્ષણ છે: હાર્દિક પટેલ
પ્રવાસી હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, હું હાલ અમેરિકા રહું છું અને હાલમાં ભારતની મુલાકાતે આવ્યો છું. સ્ટેચ્યુ ઓફ યુનિટીની આ મારી પહેલી મુલાકાત છે અને આ ખૂબ જ સરસ સ્થળ છે. સાથે સાથે, 72મો નેશનલ ફિલ્મ એવોર્ડ દિલ્હી બહાર પ્રથમ વખત ગુજરાતમાં યોજાવા જઈ રહ્યો છે, જેને લઈને હું ખૂબ જ ઉત્સાહિત છું. આ આયોજનથી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને અન્ય તમામ લોકોને ઘણો મોટો ફાયદો થશે. એક ગુજરાતી તરીકે આ બાબતનું ખૂબ જ ગૌરવ થાય છે કે દિલ્હી બહાર પ્રથમ વખત ગુજરાતને આટલી મોટી તક મળી છે, જે આપણા બધા માટે ખૂબ જ ગર્વની ક્ષણ છે. ગુજરાત આગળ વધી રહ્યું છે તે જોઈને ખૂબ જ સારું લાગે છે: અવની પટેલ
પ્રવાસી અવની પટેલે જણાવ્યું હતું કે, હું અહીં પહેલીવાર આવી છું અને અહીંનું અદ્ભુત ડેવલપમેન્ટ તેમજ સુવિધાઓ જોઈને મને ખૂબ જ આનંદ થયો છે. મોદી સાહેબે જે રીતે આ સ્થળનો વિકાસ કર્યો છે તે ખરેખર પ્રશંસનીય છે. આટલા સમય પછી આપણા ગુજરાતમાં આવો ભવ્ય કાર્યક્રમ થઈ રહ્યો છે, તેનાથી ગુજરાતનો ઘણો વિકાસ થશે અને જે રીતે ગુજરાત આગળ વધી રહ્યું છે તે જોઈને ખૂબ જ સારું લાગે છે. એવોર્ડ સમારોહથી હોટેલ્સ, ટ્રાન્સપોર્ટ અને સ્થાનિકોને આર્થિક ફાયદો
એકતાનગર ખાતે નેશનલ ફિલ્મ એવોર્ડ્સ જેવા રાષ્ટ્રીય કક્ષાના પ્રતિષ્ઠિત સમારોહનું આયોજન થવાથી ગુજરાતના પ્રવાસન અને સ્થાનિક અર્થતંત્રને અભૂતપૂર્વ વેગ મળશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું વર્લ્ડ-ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રાકૃતિક સૌંદર્ય દેશ-વિદેશમાં વધુ પ્રખ્યાત થશે, જેનાથી પ્રવાસીઓની સંખ્યામાં મોટો વધારો થશે. આના પરિણામે સ્થાનિક હોટેલ્સ, રિસોર્ટ્સ, ટ્રાન્સપોર્ટ, હસ્તકળા અને ગાઈડ્સ જેવા રોજગાર સાથે જોડાયેલા લોકોને સીધો આર્થિક ફાયદો થશે. ગુજરાત એક મુખ્ય ‘ફિલ્મ શૂટિંગ ડેસ્ટિનેશન’ તરીકે ઉભરી આવશે
આ મામલે બોલિવૂડ અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ પ્રોડ્યુસર્સ અને ડિરેક્ટર્સની હાજરીથી ગુજરાત એક મુખ્ય ‘ફિલ્મ શૂટિંગ ડેસ્ટિનેશન’ તરીકે ઉભરી આવશે. એકતાનગરના સુંદર લોકેશન્સ ભવિષ્યમાં મોટા બજેટની ફિલ્મોના શૂટિંગ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે, જેનાથી સ્થાનિક કલાકારો અને ટેકનિશિયનોને રાષ્ટ્રીય સ્તરે કામ કરવાની નવી તકો પ્રાપ્ત થશે. આ સાથે જ, દિલ્હી કે મુંબઈ જેવા મેટ્રો શહેરો સિવાય પણ ગુજરાત આવા મોટા VVIP આયોજનો સફળતાપૂર્વક યોજી શકે છે તે સાબિત થતાં રાજ્યની બ્રાન્ડ ઈમેજ વધુ મજબૂત બનશે. ગુજરાતી ફિલ્મ ‘મારણ’ વિશે
યશ સોની અને દીક્ષા જોશી સ્ટાટર ફિલ્મ ‘મારણ’ 30 મે 2025ના રોજ રિલીઝ થઈ હતી. અભિષેક જૈનના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ સમાજમાં મહિલાઓની શોષણની સ્થિતિ પર પ્રકાશ પાડે છે. વાર્તાનો અસલી વિલન આખી વ્યવસ્થા છે. આ ફિલ્મે અગાઉ 15મા શિકાગો સાઉથ એશિયન ફિલ્મ ફેસ્ટિવલ (CSAFF)માં બેસ્ટ ફીચર ફિલ્મ (જ્યુરી)નો એવોર્ડ જીત્યો છે. આ ફિલ્મ દ્વારા ડિરેક્ટર અભિષેક જૈને 10 વર્ષ પછી ગુજરાતી સિનેમામાં કમબેક કર્યું હતું. નેશનલ ફિલ્મ એવોર્ડનો ઇતિહાસ પ્રથમ નેશનલ ફિલ્મ એવોર્ડ (1954)

By Gujrat

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!