સુરત નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટર હર્ષ પંડ્યા આપઘાત કેસમાં પોલીસે વધુ એક આરોપી ડોક્ટરની ધરપકડ કરી છે. આરોપી ડોક્ટર અનુજ મહેશ્વરીને પોલીસે દબોચી લીધો છે. આ ઉપરાંત કેસમાં સંડોવાયેલા અન્ય એક ડોક્ટર નિરાલીને ધરપકડ કરવા માટે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. જ્યારે બે દિવસ પહેલા ખટોદરા પોલીસે ડોક્ટર દિક્ષીતા ઘેવરિયા અને ડોક્ટર હિના ભૂતની ધરપકડ કરી હતી. હર્ષના પિતાએ એટ્રોસિટીની ફરિયાદ કરી હતી
ACP ઝેડ.આર. દેસાઈએ જણાવ્યું હતું કે, સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી હોસ્ટેલમાં 8 ઓગસ્ટની મધ્યરાત્રિએ ડૉ. હર્ષ પંડ્યાએ આત્મહત્યા કરી હતી. આ મામલે ફેક્ટ-ફાઈન્ડિંગ અને મેડિકલ કમિટીના રિપોર્ટમાં પ્રાથમિક દ્રષ્ટિએ રેગિંગ થયું હોવાનું સામે આવ્યું હતું. તેના આધારે મૃતકના પિતાએ 15 ઓગસ્ટના રોજ એટ્રોસિટી અને દુષ્પ્રેરણનો ગુનો નોંધાવ્યો હતો. બે દિવસ પહેલા બે ડોક્ટર મહિલા આરોપીની ધરપકડ
પોલીસે આ ગુનાની તપાસ હાથ ધરી કેસમાં સંડોવાયેલા કુલ ચાર આરોપી પૈકી બે મહિલા આરોપી દિક્ષિતા ઘેવરિયા અને હીના ભૂતની ધરપકડ બે દિવસ પહેલા જ કરી હતી. રેગિંગ કમિટીના અહેવાલ મુજબ બંનેનો ભોગ બનનારને ત્રાસ આપવામાં અને દુષ્પ્રેરણા કરવામાં સક્રિય રોલ હતો. આ બંને આરોપીઓને કાયદાકીય સમયમર્યાદામાં કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.