ભાજપના મોરચા મહિલાઓ પર કોંગ્રેસની બહેનો દ્વારા શાહી ફેંકવાના આક્ષેપ, પોલીસ કાર્યવાહી સામે કોંગ્રેસનો વિરોધ

પાટણ શહેરમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપ મહિલા મોરચાના વિરોધ પ્રદર્શન દરમિયાન ભારે હોબાળો સર્જાયો હતો. ભાજપની મહિલા કાર્યકરો પર શાહી ફેંકવામાં આવી હોવાના આક્ષેપો થતાં બંને પક્ષો સામસામે આવી ગયા હતા.

પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન ઠાકોરે આક્ષેપ કર્યો છે કે અમેં અમારા કોંગ્રેસ કાર્યાલય એટલે કે અમે અમારા ઘરે જ જિલ્લા પ્રમુખશ્રી ઘેમરભાઈ દેસાઈ સહિત તમામએ જિલ્લા તાલુકા હોદેદારો જિલ્લા વિપક્ષનેતા સાથે શાંતિપૂર્ણ બેઠા હતા ત્યાં અચાનક ભાજપના 20-25 મહિલાઓ અમારી પર હુમલો કરવા ઘુસી આવ્યા અને સાહિ ફેંકવાનો પ્રયાસ કરતા એજ સાહિથી એમના મોંઢા કાળા થઇ ગયા હતા
જયારે ભાજપ જિલ્લા મહિલા મોરચા પ્રમુખ ચેતનબા રાજપૂતે આક્ષેપ કર્યો હતો કે શાહી ફેંકવાના કારણે કેટલીક મહિલાઓને બળતરા થઈ હતી અને સારવાર માટે હોસ્પિટલ લઈ જવી પડી હતી.

બીજી તરફ, જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન ઠાકોરે ભાજપની મહિલા કાર્યકરો સામે હુમલો, કપડાં ફાડવા અને ઈજા પહોંચાડવાના આક્ષેપો કર્યા હતા.મહિલાઓને ઈજાઓ થતા પોલીસગાડીમાં સિવિલ હોસ્પિટલ પાટણ લઇ જવાઈ અને ત્યાંથી રિફેર કરતા હાલ ધારપુર એડમિટ કરવામાં આવ્યા છે

કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે કોંગ્રેસ કાર્યાલયમાં ઘુસી બહેનો પર હુમલો કરનાર ભાજપની મહિલાઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધવાની માગ કરી છે અને જો ફરિયાદ લેવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન સાથે આખાય ગુજરાતનું કોંગ્રેસ મહુડી મંડળ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરશે
જ્યારે પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિંધવે ઘટનાની નિંદા કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી હતી.

ઘટના દરમિયાન પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લેવા કાર્યવાહી કરતાં કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. બંને પક્ષોના સામસામે આક્ષેપોને પગલે પાટણમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!