આજે 21 નવેમ્બરના રોજ AURA ઈન્ડિયા ટૂર અંતર્ગત અમદાવાદના મોદી સ્ટેડિયમમાં દિલજીત દોસાંજનો કોન્સર્ટ યોજાઈ રહ્યો છે. ગુજરાતના યુવાનોમાં અનોખો ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, દિલ્હી, પંજાબ સહિતના રાજ્યોમાં મોટી સંખ્યામાં ફેન્સ અમદાવાદ આવી પહોંચશે. અમદાવાદ એરપોર્ટ પર સેલિબ્રિટીઓથી લઈને ફેન્સ ઉમટી પડશે. તો બીજી તરફ મોદી સ્ટેડિયમ પહોંચવા માટે મેટ્રો ટ્રેનમાં પણ પ્રેશકોની ભારે ભીડ જોવા મળશે. કોન્સર્ટમાં ફ્રી ટર્બન (પાઘડી) કેમ્પ
દિલજીત દોસાંજના કોન્સર્ટમાં ફ્રી ટર્બન (પાઘડી) કેમ્પ રાખવામાં આવ્યો છે. આ કેમ્પમાંથી કોન્સર્ટમાં જતા દર્શકોને ફ્રીમાં પાઘડી બાંધી આપવામાં આવશે. એ સાથે જ પોલીસે મોબાઈલની સાથે એક પાવરબેન્ક લઈ જવાની પણ પરમિશન આપી દીધી છે. એટલે કે કોન્સર્ટમાં જતા દર્શકો પોતાની સાથે પાવર બેન્ક લઈ જઈ શકશે. ————————-
આ પણ વાંચો…
દિલજીત દોસાંજને ગિફ્ટ આપવા અમદાવાદના ફેન્સે બનાવી ખાસ પેઇન્ટિંગ અમદાવાદનો આર્ટિસ્ટ પૌમિલ ખત્રીએ 15 દિવસની મહેનત કરીને દિલજીત દોસાંજની ખાસ પેઇન્ટિંગ બનાવી છે. આ પેઇન્ટિંગ દિલજીત દોસાંજને રૂબરૂ મળીને ગિફ્ટ કરવાનું પૌમિલનું બે વર્ષથી સ્વપ્ન છે. આજે તે ખાસ પેઇન્ટિંગ ગિફ્ટ કરવા ITC નર્મદા હોટેલ ખાતે પહોંચ્યા છે. પેઇન્ટિંગમાં દિલજીતનો ચહેરો પોપ આર્ટથી બનાવ્યો છે અને પાઘડી છે તે રિયલ લાગે તે માટે કપડાથી બનાવી છે. તેમજ જે શર્ટ છે તે એક્રેલિક પેઇન્ટથી બનાવ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર

By Gujrat

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!