પાટણ શહેરના કેનાલ રોડ પર આવેલી જીવનધારા સોસાયટીના ગેટ નંબર-3 પાછળના ખુલ્લા ખેતરમાં અચાનક આગ લાગવાની ઘટના બનતા સ્થાનિક વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આગના કારણે આસપાસના રહીશોમાં ચિંતા અને ભયનો માહોલ જોવા મળ્યો હતો.

ઘટનાની ગંભીરતા સમજી સામાજિક આગેવાન તરુણભાઈ બ્રહ્મભટ્ટે તાત્કાલિક પાટણ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમે સમય ગુમાવ્યા વિના ઘટનાસ્થળે પહોંચી આગને વધુ ફેલાતી અટકાવવા પાણીનો મારો ચલાવ્યો હતો.

ફાયર જવાનોની ઝડપી અને અસરકારક કામગીરીના કારણે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. સમયસર ફાયર વિભાગને જાણ કરવાના કારણે આસપાસની સોસાયટી અને રહેણાંક વિસ્તારને સંભવિત નુકસાનથી બચાવવામાં સફળતા મળી હતી.

ફાયર વિભાગની સતર્ક કામગીરી અને સામાજિક આગેવાનની સમયસૂચકતાને પગલે મોટી દુર્ઘટના ટળી હતી અને સ્થાનિક રહીશોએ રાહત અનુભવી હતી.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!