ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના ગ્રંથાલય ખાતા દ્વારા ઊંઝા ખાતે તાલુકા કક્ષાએ પુસ્તકાલયની ભેટ મળતા આજ તારીખ 29/9/2025 ના રોજ ઊંઝામાં બુધાલાલ શોપિંગ સેન્ટર, નગરપાલિકા સામે ઊંઝા ધારાસભ્ય માનનીય શ્રી કિરીટભાઈ પટેલના વરદ હસ્તે શ્રીમતી જીજ્ઞાબેન પટેલ (પ્રમુખશ્રી -નગરપાલિકા ઊંઝા) શ્રી ડો. પંકજ ગોસ્વામી, ગ્રંથાલય નિયામકશ્રી, ગાંધીનગર, શ્રી સંજયભાઈ રાવળ (શહેર ભાજપ પ્રમુખશ્રી) ઊંઝાની પ્રેરક ઉપસ્થિતમાં પ્રજાજનો માટે લોકાર્પિત કરવામાં આવતા સાહિત્ય રસિકો, વાચકો, વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી.

આ સરકારી તાલુકા પુસ્તકાલયમાં 3000 પુસ્તકો, સામાયિકો, વર્તમાનપત્રો, વિવિધ વિષયોના પુસ્તકો, બાળકો માટેના પુસ્તકો, સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો, સિનિયર સીટીઝન, મહિલાઓ અને બાળકો માટેનું વાંચન સાહિત્ય પણ ઉપલબ્ધ છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સુંદર બેઠક વ્યવસ્થા છે.
આ પ્રસંગે ગાંધીનગરથી ડો.જયરામ દેસાઈ, શ્રી જે. કે. જાળીયા, મદદનીશ ગ્રંથાલય નિયામકશ્રી, મહેસાણા, ડો. ભગવતીબેન પ્રજાપતિ, ગ્રંથપાલશ્રી- મહેસાણા, અન્ય ગ્રંથાલયના ગ્રંથપાલ મિત્રો તેમજ વરિષ્ઠ નાગરિકો અને અન્ય રાજકીય અગ્રણીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
