પાટણ પોલીસ અધિક્ષકશ્રી વી.કે.નાયી સાહેબ, પાટણ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.કે.પંડ્યા સા. સિધ્ધપુર વિભાગનાઓની સુચના મુજબ જીલ્લામાં બનતા અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા સારૂ “Under Age” વાહન ચાલકો તથા વગર લાયસન્સ ડ્રાઇવિંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા સારૂ સુચના કરેલ હોઇ જેથી અમો વાગડોદ પોલીસ સ્ટાફના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન વાગડોદ થી વદાણી જતા હાઈવે રોડ ઉપર એક ટ્રેકટર ચાલક પોતાનુ ટ્રેકટર એક સગીર વયના બાળકને ચલાવવા આપેલ હોય જેથી ટ્રેકટરના માલિક પટેલ રાજેશભાઈ મોહનભાઈ ઉ.વ.૫૩ રહે.વાગડોદ તા.સરસ્વતી જી.પાટણવાળાએ પોતાના ખેતરમાં કામ કરતા ઠાકોર લક્ષ્મણજી મફાજી રહે.ધાયણોજ તા.જી.પાટણવાળાઓના દિકરો સગીરવયનો તેમજ લાયન્સના હોવાનુ જાણવા છતાં તેને ટ્રેકટર ચલાવવાની છુટ આપેલ હોય જેથી ટ્રેકટર માલિક વિરૂધ્ધ M.V.ACT કલમ ૧૯૯(એ) મુજબ ગુનો નોંધવામાં આવેલ છે. કોઈ પણ વાહન માલિકોએ પોતાના વાહનો સગીરવયના બાળકોને ચલાવવા ન આપવા માટે અપીલ કરવામાં આવે છે.
The Gujarat Live News
