રાજકોટ શહેરના મોરબી રોડ પર બે દિવસ પૂર્વે વેલનાથપરા પુલ પાસે 15 વર્ષીય તરુણને કચડી 2 કિલોમીટર સુધી રોંગ સાઈડમાં ડમ્પર ચલાવી બેડી ચોક પાસે એક કન્ટેનર સાથે અથડાવ્યું હતું. જેમાં ટ્રક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે, રાજકોટના મોરબી રોડ પર 25 દિવસમાં ત્રણ-ત્રણ જીવલેણ અકસ્માતની ઘટનામાં ચાર લોકોના મોત નિપજ્યા છે જેમાં બે બાળક, એક યુવાન અને એક વૃધ્ધનો સમાવેશ થાય છે. માટે આ અંગે યોગ્ય નિર્ણય કરી રોડ સેફટી બેઠકમાં તંત્રએ સાથે મળી આ અંગે ગંભીરતા દાખવી જરૂરી કાર્યવાહી કરવી જોઈએ. બાળકને કચડી રોંગ સાઈડમાં ટ્રક દોડાવતા અકસ્માત સર્જાયો હતો
રાજકોટ શહેરમાં શુક્રવારે રાત્રે ગ્રીનલેન્ડ ચોક પાસેથી પુરપાટ ઝડપે ધસી આવેલા ટ્રકચાલકે વેલનાથપરા પુલ પાસે ભિક્ષાવૃત્તિ કરતા 15 વર્ષીય વિજય ભીખાભાઈ વાઘેલા અને તેની કૌટુંબિક બહેન કુંજલ જીવણભાઈ વાઘેલાને ઠોકરે લીધા હતા. ટ્રક ચાલક રાજેશનાથ કનુનાથ નાથબાવા (ઉં.વ.30) વિજયને કચડી રોંગ સાઈડમાં 2 કિલોમીટર સુધી ટ્રક ચલાવી આગળ જતા બેડી ચોક નજીક એક કેમિકલ ભરેલા કન્ટેનર સાથે ટ્રક અથડાયો હતો. જેના કારણે ટ્રક ચાલક રાજેશનાથને પગમાં અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી અને તેને 108 મારફત સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં બે દિવસ સારવાર બાદ તેણે પણ દમ તોડી દીધો હતી. મૃતક ટ્રકચાલક કચ્છ જીલ્લાના રાપર તાલુકાના આરદેશણ ગામનો વતની હતો. તે કચ્છથી કોલસો ભરી ગોંડલ ગયો અને ત્યાં ગાડી ખાલી કરી પરત ફરી રહ્યો હતો દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. મૃતક ચાર બહેનનો એકનો એક ભાઈ હતો અને તેને સંતાનમાં બે પુત્ર હોવાનું સામે આવ્યું છે. પોલીસે ટ્રક ચાલકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાગળ કાર્યવાહી હાથ ધરી હતી. 12 સપ્ટેમ્બરે ડમ્પરની ઠોકરે આઠ વર્ષના બાળકનું મોત
રાજકોટના મોરબી રોડ જુના જકાતનાકા પાસે લાલપરી નજીક રહેતા જયસુખભાઈ માથાવડીયાના પુત્ર જગદીશ (ઉ.વ.8)ને તા.12.09.2025ના રોજ સવારે બાઈકમાં બેસાડી જકાતનાકા પાસે આવેલા આરોગ્ય કેન્દ્ર ખાતે જતા હતા ત્યારે બેડી રેલવેના પાટા પાસે આવેલા પેટ્રોલ પંપમાં પેટ્રોલ ભરાવી વળાંક લેતા હતા ત્યારે પુરપાટ ઝડપે આવતા રેતી ભરેલા ડમ્પરે બાઈકને ઠોકર મારતા બાઈક સહીત પિતા પુત્ર ટ્રક નીચે આવી ગયા હતા જેમાં પુત્ર ટ્રકના આગળના વ્હીલમાં આવી જતા કચડાઈ જવાથી મોત નીપજ્યું હતું. (સંપૂર્ણ સમાચાર વાંચો) 30 સપ્ટેમ્બરે અજાણ્યા વાહનની ઠોકરે વૃધ્ધનું મોત
રાજકોટના રતનપર ગામે રહેતા અને બેડી માર્કેટિંગ યાર્ડમાં કરિયાણાની પેઢી ચલાવતા કામેશ્વરભાઈ રામજીભાઈ જોષી (ઉં.વ.72) સ્પ્લેન્ડર પ્લસ બાઈક જીજે.03.સીબી.3936 લઈને તારીખ 30.09.2025ના રોજ રાત્રિના રાજકોટ-મોરબી હાઈવે પર બેડી ગામથી રતનપર ગામે ઘર તરફ જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. જે બાદ 108 સ્થળ પર આવી તપાસી વૃધ્ધને મૃત જાહેર કર્યા હતા. આ પછી પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.