બોટાદ જિલ્લાના હડદડ ગામે 12 ઓક્ટોબરે ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ પોલીસે 100થી વધુ લોકોની અટકાયત કરી હતી. જોકે, તપાસ બાદ તમામ નિર્દોષ લોકોને મુક્ત કરવામાં આવ્યા છે, જેનાથી ગ્રામજનો અને તેમના પરિવારજનોએ રાહત અનુભવી છે. આ સમગ્ર મામલે હડદડ ગામના સરપંચ સેજલબેનના પતિ સોમાભાઈ જમોડે મોટો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, આ આખું ષડયંત્ર આમ આદમી પાર્ટીનું હતું. રાજુ કરપડાના ઉશ્કેરાટભર્યા ભાષણથી જ હિંસા ભડકી હતી. શું હતો સમગ્ર મામલો?
બોટાદ APMCમાં કપાસ અને અન્ય જણસમાં કડદો કરી ચલાવાતી લૂંટને લઈને ચાલતો વિવાદ 12 ઓક્ટોબરે વકર્યો હતો. પોલીસ દ્વારા મંજૂરી નકારાઈ હોવા છતાં, બોટાદના હડદડ ગામે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોની એક પંચાયત યોજાઈ હતી, જે દરમિયાન પોલીસ અને એકઠા થયેલા લોકો વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. જેમાં પોલીસ પર પથ્થરમારો થતાં DySP અને 3 પોલીસકર્મી ઘાયલ થયા હતા. ‘રાજુ કરપડાના ઉશ્કેરાટભર્યા ભાષણથી હિંસા ભડકી’
સોમાભાઈ જણાવે છે કે, આ ઘટનાની સમગ્ર હકીકત એવી છે કે, માર્કેટિંગ યાર્ડમાં જે સભા થવાની હતી, તેને બદલે હળદડ ગામના કાચા માર્ગેથી રાજુ કરપડા આવ્યા અને ત્યાં લાઈવ મીટિંગ શરૂ થઈ ગઈ. તેના હિસાબે પબ્લિક ભેગી થઈ ગઈ અને આ બનાવ બન્યો છે. તે લોકોએ આવી કોઇ મીંટીંગ માટે મંજૂરી લીધી ન હતી. ‘તે લોકોએ કોઇ મંજૂરી લીધી ન હતી’
અમને તો ખ્યાલ પણ ન હતો કે મીટીંગ થવાની છે. હળદડ ગામના લોકો પણ આનાથી અજાણ હતા. આ તો સભા શરૂ થઈ પછી સ્વાભાવિક રીતે આજુબાજુના ઘરવાળા લોકો જોવા ગયા અને પોલીસે તેમની પણ અટકાયત કરી લીધી હતી. જો કે, આ સમગ્ર ઘટના દરમિયાન હું ત્યાં હાજર ન હતો. મને પછીથી જાણવા મળ્યું કે, રાજુભાઈ કરપડા દ્વારા ઉશ્કેરણીજનક ભાષણ થાતું’તું. એના હિસાબે આ બનાવ બનેલો છે. ‘આમ આદમી પાર્ટીના લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો’
સોમાભાઈએ પોલીસ પર થયેલી હિંસાને લઇ કહ્યું કે, પોલીસે લોકોને માર્યા છે પણ, એ પહેલાં રાજુભાઈ કરપડાનું ઉશ્કેરણીજનક ભાષણ ચાલતું’તું, એ દરમિયાન તેમના જ માણસો અથવા તેમની સાથે જે લોકો આવ્યા હતા તેમના દ્વારા પહેલાં પોલીસ પર પથ્થરમારો થયો અને પછી પોલીસે લોકોને શાંત પાડવાની કોશિશ કરી છે. સોમાભાઈ કહે છે કે, પોલીસ અમારા ગામના નિર્દોષ લોકોને પકડી ગઇ હતી. પણ તપાસ બાદ પોલીસે તેમને છોડી દીધા છે, તેમની સાથે કોઇ ગેરવર્તન થયું નથી. આથી હું પોલીસનો આભાર માનું છું. આ પણ વાંચો : બોટાદમાં રાજુ કરપડા-પ્રવીણ રામ સહિત 85 સામે FIR, ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું – AAPએ મંજૂરી વગર પ્રસિદ્ધી માટે હડદડમાં મહાપંચાયત કરી, બહારના લોકોને બોલાવ્યાં ‘આ એક રાજકીય આયોજન હોઈ શકે’
સોમાભાઈએ કહ્યું હતું કે, આ આખું ‘આપ’નું ષડયંત્ર હતું. આ એક રાજકીય આયોજન હોઈ શકે. કારણ કે, જો ખેડૂતનો જ મુદ્દો હોય તો આપણે સામસામા બેસીને, ચર્ચા કરી લેવી જોઈએ. આવી રીતે ઉશ્કેરણીજનક સભા યોજવાથી અમારા હળદડ લોકોને બહુ હેરાન થયા છે. ધારાસભ્ય ઉમેશ મકવાણાએ બોટાદ માર્કેટયાર્ડની મુલાકાત લીધી
બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આજે બોટાદ માર્કેટિંગ યાર્ડની ઓચિંતી મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન યાર્ડના ચેરમેન મનહર માતરિયા તેમજ અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્યએ યાર્ડમાં ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને સુવિધાઓ અંગે ચર્ચા કરી હતી. યાર્ડના સંચાલકોએ જણાવ્યું કે ખેડૂતોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ‘મેં સરકારમાં રજૂઆત કરી છે કે, આ કેસની તપાસ CIDને સોંપવામાં આવે’
ધારાસભ્ય ઉમેશ મકવાણાએ તાજેતરમાં હડદડ ગામે બનેલી ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી. તેમણે આક્ષેપ કરતા જણાવ્યું કે, “આ ઘટના હડદડ ગામ અને બોટાદ યાર્ડને બદનામ કરવાનું એક સુનિયોજિત કાવતરું છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, “આવા કાવતરાખોરોને કોઈપણ સંજોગોમાં છોડવામાં ન આવે અને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે મેં સરકારમાં રજૂઆત કરી છે કે, આ કેસની તપાસ CID ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવે” માર્કેટયાર્ડની મુલાકાત બાદ, ધારાસભ્ય ઉમેશ મકવાણા સીધા હડદડ ગામે પહોંચ્યા હતા, જ્યાં તેમણે સ્થાનિક લોકો અને પીડિત પરિવારો સાથે મુલાકાત કરી ઘટનાની સંપૂર્ણ વિગતો મેળવી અને તેમને સાંત્વના પાઠવી હતી. સ્થાનિકોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો
આ ઘર્ષણની ઘટના બાદ પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસે ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી અને ખાતરી કરી હતી કે કોઈ નિર્દોષ વ્યક્તિને અન્યાય ન થાય. નિર્દોષોની મુક્તિ બાદ હડદડ ગામના સરપંચના પતિ સોમાભાઈ જમોડ અને અન્ય સ્થાનિક લોકોએ બોટાદ પોલીસના ન્યાય સંગત વલણ બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. પોલીસના આ પ્રયાસોને કારણે ગામમાં ફરી શાંતિ સ્થપાઈ છે અને જનજીવન સામાન્ય બનવા લાગ્યું છે.