
Vadodara Corporation : વડોદરા વડોદરાના કમાટી બાગમાં દિવાળીના તહેવારો દરમિયાન બાગને રોશનીથી ઝળહળતો કરવાની સાથે સાથે તેમાં મેટલના સળિયામાંથી બનેલા પંખી અને પ્રાણીઓના બનેલા દસથી વધુ કલાત્મક સ્ટેચ્યુ મુકવાની કામગીરી કરવામાં આવનાર છે.
આ સ્ટેચ્યુ કોર્પોરેશનનું સ્ટ્રીટ લાઈટ વિભાગ લાવ્યું છે. જે દિવાળી માટે બાગમાં આકર્ષણનું કેન્દ્ર બની રહે તે માટે મુકશે. આ સ્ટેચ્યુમાં ઝળહળતી લાઇટિંગ કરવામાં આવશે, અને એન્ટ્રીગેટની નજીક બેન્ડ સ્ટેન્ડ વગેરે સ્થળે મુકાશે અને લોકો તેનો સેલ્ફી લેવા તરીકે પણ ઉપયોગ કરી શકશે. આ સ્ટેચ્યુ પછી કાયમી ધોરણે બાગમાં પ્રસ્થાપિત કરાશે.
