નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત વિકાસ સપ્તાહની ઉજવણીમાં મહત્વપૂર્ણ પહેલ

વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે અને નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત GMERS ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે વિશ્વ માનસિક આરોગ્ય દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી.

આ પ્રસંગે હોસ્પિટલના માનસિક આરોગ્ય વિભાગના વડા ડૉ. ચિંતનભાઈના માર્ગદર્શન હેઠળ એક જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સિક્યુરિટી સ્ટાફ તેમજ ક્લાસ-ફોર કર્મચારીઓને તમાકુ અને વ્યસનના આરોગ્ય પર થતા હાનિકારક પ્રભાવ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું.

કાર્યક્રમમાં જિલ્લા વ્યસનમુક્તિ કન્વીનર શ્રી નરેશ પટેલ તથા નશામુક્ત ભારત જિલ્લા કમિટીના સભ્ય શ્રી મુકેશભાઈ યોગી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બંને મહાનુભાવોએ વ્યસનમુક્ત જીવન જીવવાની પ્રેરણા આપતાં વ્યાવહારિક માર્ગદર્શન પૂરું પાડ્યું.

તે ઉપરાંત ડૉ. નીરજનભાઈ પટેલે પણ માનસિક આરોગ્ય જાળવવા માટેના ઉપાય અને દૈનિક જીવનમાં સકારાત્મક વિચારસરણીના મહત્વ વિશે માહિતી આપી.

કાર્યક્રમના અંતે પ્રેરણાદાયી ક્ષણ તરીકે સિક્યુરિટી વિભાગના છ (6) યુવાનો દ્વારા વ્યસન છોડવાનો સંકલ્પ પત્ર ભરી સંકલ્પ લીધો, જે કાર્યક્રમની મુખ્ય વિશેષતા બની રહી.

કાર્યક્રમમાં હોસ્પિટલના ડૉક્ટરો, નર્સિંગ સ્ટાફ તેમજ અન્ય કર્મચારીઓની ઉપસ્થિતિ રહી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન માનસિક વિભાગની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!