દિવાળીના તહેવારોની આડે ગણતરીના દિવસો અગાઉ મહેસાણા તાલુકાના ગિલોસણ ગામે શંકાસ્પદ ઘી બનાવતી મે.શિવાન ફૂડ પ્રોડક્ટ્સ નામની ફેક્ટરીમાં દરોડો પાડી પોલીસે રૂ.96 લાખનો ઘીનો જથ્થો ઝડપી લઈ સ્થાનિક ફૂડ તંત્રને જાણ કરી હતી. ફૂડ અધિકારીઓએ તાલુકા પોલીસને સાથે રાખીને ફેક્ટરી પર તપાસ કરી પોલીસે પકડેલાં રૂ.95,59,718 નો જથ્થો સીઝ કરી તેમાંના ઘીના 18 સેમ્પલ લઈને પૃથ્થકરણ માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપ્યાં હતા. ફૂડ વિભાગને ઉંઘતું રાખી પોલીસનો દરોડો
મહેસાણા તાલુકા પોલીસ ની ટિમ નાઈટ પેટ્રોલિંગમાં હતા. ત્યારે ગિલોસણ ગામે પટેલ હિતેશભાઈ ગોવિંદભાઈની માલિકીની મે. શિવાન ફૂડ પ્રોડક્ટ્સ ( યુક્રેન એસ્ટેટ, 50/એ, 50/બી, 51/બી, સર્વે નં.71) નામની ફેક્ટરીમાં નકલી ઘી બનાવવામાં આવતું હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે છાપો મારી શંકાસ્પદ ઘીનો રૂ.95,59,718 નો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે આ અંગે અને ફેક્ટરીને સીલ મારી હોવાનું પી.આઈ.એ જણાવ્યું હતુ. શંકાસ્પદ ઘીના સેમ્પલ લઈ તપાસ માટે મોકલાયા
ફૂડ અધિકારીઓએ ગિલોસણ ગામની ઘી બનાવતી ફેક્ટરીમાંથી જુદાજુદા ઘીના 18 સેમ્પલ લીધાં હતા.આ બાબતે ઈન્ચાર્જ ફૂડ અધિકારીએ કહ્યું કે, ફૂડતંત્રની ટીમે સ્થળ પર જઈ શંકાસ્પદ ઘી ના 18 સેમ્પલ લઈ ચકાસણી માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપ્યાં છે.ફૂડઓફિસર્સની ટીમે શંકાસ્પદ ઘીનો અંદાજે રૂ.95,59,718 નો કુલ16812 લિટર જથ્થો સીઝ કરી ફેક્ટરી માલિક પટેલ હિતેશભાઈગોવિંદભાઈ સામે ધોરણસરનીકાર્યવાહી હાથ ધરી છે. તંત્રએ ફેક્ટરીમાંથી શંકાસ્પદ અમૃત પ્યોર ઘી, અમૃત કાઉ ઘી, ગૌધારા કાઉ ઘી ના અંદાજે 75 પતરાના ડબા તથા આશરે 700 જેટલાં જુદી જુદી ધી બ્રાન્ડના કાર્ટૂન સીઝ કર્યાં હતા. ઈન્ચાર્જ ફૂડ અધિકારીએ કહ્યું કે, લેબોરેટરીમાંથી રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સબ સ્ટાન્ડર્ડ અને અનસેફ રિપોર્ટના આધારે દંડ અને સજાની જોગવાઈ
મહેસાણા ફૂડ તંત્રના ઈન્ચાર્જ અધિકારી જે.જે.પ્રજાપતિએ કહ્યું કે, શંકાસ્પદ ઘીના સેમ્પલનો રિપોર્ટ સબ સ્ટાન્ડર્ડ આવે તો અધિક નિવાસી કલેક્ટર (આર.એ.સી.) ની કોર્ટમાં કેસની કાર્યવાહી કરી શકાય છે. તેમાં એકમ માલિકને રૂ.5 લાખ સુધીના દંડની જોગવાઈ છે. જ્યારે અનસેફ રિપોર્ટ આવે તો જ્યુડીશીયલ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવે છે. તેમાં રૂ.3 લાખ સુધીના દંડની જોગવાઈ અને 3 માસ સુધીની કેદની સજાની જોગવાઈ છે
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!