જેમાં એક્ટિવા ચાલક મહેશભાઈ ચૌહાણનું ગંભીર ઈજાઓના કારણે ઘટના સ્થળે જ મોત થયું હતું.
અને તેમની સાથે રહેલ તેમની દીકરીને પણ ગંભીર ઈજા થઈ હતી.
પાટણ જીલ્લાના અંબાળા ગામના અને પાટણ ની વૃદાવન સોસાયટી ના રહેવાસી મહેશભાઈ ભલજીભાઈ ચૌહાણ(શિક્ષક) પોતાનું એક્ટિવા લઈ સાંજના સમયે ધારપુર હોસ્પિટલ ખાતે સ્ટાફ નર્સમાં નોકરી કરતી દિકરીને લેવા ગયા હતા અને ઘરે પરત આવી રહ્યા હતા.

જે દરમ્યાન પાટણ-ઉંઝા હાઇવે ઉપર ધારપુર હોસ્પિટલ ગેટ આગળ અજાણ્યા ભારે વાહન ચાલકે એક્ટિવાને અડફેટે લઈ અકસ્માત સર્જાયો હતો. જેમાં વાહનની ટક્કરે એક્ટિવા સાથે મહેશભાઈ ચૌહાણ ઉંમર આશરે. 52 વર્ષ
રોડ પર ફંગોળાઈ જતા માથાના અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.
અકસ્માતનો ધડાકો સાંભળી આજુબાજુના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યો હતા.
માથા અને મોઢા ઉપર ટાયર ચડી ગયું હતું. તેઓને ગંભીર ઈજાઓ અને ઘટનાસ્થળે જ મોત થયુ હતું.
જે બાદ ટ્રક ચાલક ટ્રક મુકી ભાગી ગયો હતો.
અકસ્માતની જાણ પરિવારને થતા માતા-પિતા સહિત પરિવાર ઘટના સ્થળે દોડી આવ્યા હતાં.
જાણ કરતા ૧૦૮ ઘટનાસ્થળે આવી તપાસ કરતાં ૧૦૮ના તબીબે એક્ટિવા ચાલકને મૃત જાહેર કર્યો હતા.
બાદમાં મૃતદેહને પી.એમ માટે પાટણ ધારપુર હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
સમગ્ર ઘટના અંગે ત્યાના સ્થાનિક લોકો ની માંગ ઉઠી છે કે ધારપુર હોસ્પિટલ આગળ બેફામ ટ્રક ચાલકો દોડે છે અગાઉ પણ આવા ગંભીર બનાવો બન્યા હતા જેની તકેદારી રાખી ધારપુર હોસ્પિટલ આગળ સ્પિટ બ્રેકર(બંપ) બનાવવાની માંગણી ઉઠી છે..
પાટણ તાલુકા ના સામાજીક ન્યાય સમિતી ચેરમેન નરેશભાઈ પરમાર બાલિસણા ગામ ના વતની દ્વારા સરકાર માં ઘણી રજુઆતો કરવા માં આવી પરંતુ અધિકારીઓ આંખ આડા કાન કરે છે..
અધિકારીઓ ને લોકોના જીવની કોઈજ કીંમત ના હોય તેવું જોવા મળે છે..
બેફામ ટ્રક ચાલકો ની પોલિસ ફરિયાદ તથા લોકો ના જીવ જાય છે તેમ છતા કોઈ બદલાવ જોવા મળતો નથી..
ટ્રક ચાલકોને કાયદાનો ડર રહ્યોજ નથી બેફામ ડ્રાઈવિંગ તથા નાની ઉંમર ના વ્યક્તિઓ ડ્રાઈવિંગ કરતા હોવાથી સ્ટેઈરિંગ ઉપર થી કાબુ ગુમાવી દે છે તેથી માર્ગ અકસ્માત વધુ થાય છે..
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
