Oplus_131072

પાટણપો લીસ અધિક્ષકશ્રી, વી.કે.નાથી સાહેબ, પાટણ દ્રારા આગામી દિવાળીના તહેવાર લગત મિલ્કત સબંધી ગુના બનતા અટકાવવા સારૂ તેમજ વણશોધાયેલ ચોરીના ગુનાને શોધી કાઢવા એલ.સી.બી.પાટણને સુચના કરતાં પોલીસ ઇન્સ્પેકટરશ્રી આર.જી.ઉનાગર એલ.સી.બી.પાટણના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.સ્ટાફના અધિકારી/કર્મચારીઓ દ્રારા અલગ અલગ ટીમો બનાવી ગુનો શોધી કાઢવા પ્રયત્નશીલ હતા. દરમ્યાન હકીકત મળેલ કે ગઇ તા.૦૨/૧૦/૨૦૨૫ ના રોજ રાધનપુર બજારમાં આવેલ સોનીની દુકાનમાંથી કેટલીક અજાણી મહિલા દ્રારા વેપારીની નજર ચુકવી કેટલાક દાગીનાની ચોરી કરેલ જે ચોરીમાં પાટણ શહેર પદ્મનાથ ચોકડી નજીક કેનાલના ભુંગળા પાસેના છાપરામાં રહેતી મહિલા મીનાબેન દલસુખભાઇ દેવીપુજક તથા મીનાબેનની દિકરી બાળ કિશોર તથા ચાણસ્મા ખાતે રહેતા ઉષાબેન રાજેશભાઇ દેવીપુજક તથા સુનીબેન અર્જુનભાઇ દેવીપુજક રહે.ધોળકા વિગેરે કરેલાની હકિકત હોય જે હકીકત આધારે સદરી મીનાબેન દલસુખભાઇ દેવીપુજક તથા સીતાબેન રાજેશભાઇ દેવીપુજક રહે.

વાળીને પકડી પાડી પુછપરછ કરતા ઉપરોક્ત ગુનાની કબુલાત કરતા સદરી મહિલાઓએ ચોરી કરેલ સોનાના દાગીનામાથી બનાવેલ સોનાની રણી વજન ૧૫.૦૮ ગ્રામ કિ.રૂ.૧,૦૦,૭૦૮/- નો મુદ્દામાલ કબ્જે કરી સદરી બન્ને મહીલાઓને પાટણ શહેર મુકામે અટક કરી કબ્જે કરેલ મુદ્દામાલ સાથે પાટણ સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે સોપી. આગળની કાર્યવાહી સારૂ રાધનપુર પો.સ્ટે. જાણ કરવામા આવેલ છે.

પકડાયેલ આરોપીઓની વિગત:-

(૧) મીનાબેન વા/ઓ દલસુખભાઇ કોયાભાઇ દેવીપુજક હાલ રહે.પદમનાથ ચોકડી પાણીના ડુંગળાની બાજુમાં છાપરામાં પાટણ તા.જી.પાટણ

(૨) ઉષાબેન વા/ઓ રાજેશભાઇ ઉર્ફે રાજુભાઇ ચમનભાઇ દેવીપુજક હાલ રહે.નાનો વાઘરીવાસ, ચાણસ્મા તા.ચાણસ્મા તા.જી.પાટણ

(૩) કાયદાના સંઘર્ષમા આવેલ બાળ કિશોર

પકડવાના બાકી આરોપીઓની વિગત:-

(૧) સુનીબેન અર્જુનભાઇ દેવીપુજક રહે. ધોળકા શહેર જી.અમદાવાદ

કબ્જે કરેલ મુદામાલની વિગતઃ-

(૧) સોનાની રણી વજન ૧૫.૦૮ ગ્રામ કિ.રૂ.૧,૦૦,૭૦૮/-

શોધાયેલ ગુન્હાની વિગતઃ-

(૧) રાધનપુર પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.-૧૧૨૧૭૦૨૭૨૫૧૦૭૧/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૦૩(૨),૩૦૫,૫૪

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!