સાંતલપુર તાલુકાના ઝઝામ ગામે તા. 16/10/2025ના રોજ સ્વ. કુંવરબા કરશનજી જાડેજાના બેસણાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનેક ગામજનો અને આગેવાનો ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

બેસણામાં રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ, અર્જુનસિંહ સોઢા, અણદુભા જાડેજા, જેસંગભાઈ આહીર (ફાંગલી) તથા ધર્મપાલસિંહ સોઢા હાજર રહી સ્વ. કુંવરબાના આત્મા માટે પ્રાર્થના કરી અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ સ્વ. કુંવરબાના જીવનકાળમાં કરેલા સેવાકાર્યોને યાદ કરીને તેમની નિષ્ઠા, સૌમ્ય સ્વભાવ અને લોકહિતના કાર્યને બિરદાવ્યા હતા. ગામમાં તેમની યાદમાં ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!