હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદ અને ઠંડીને લઈ આગાહી કરવામાં આવી છે. આજે તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોને છોડતા સમગ્ર રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. જ્યારે આવતીકાલેથી 3 દિવસ એટલે કે, 17થી 19 ઓક્ટોબર સુધી રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ રહેશે અને ન્યૂનતમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે. ન્યૂનતમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થઈ શકેઃ હવામાન
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ માટે રાજ્યમાં મહત્તમ તાપમાનમાં ખાસ વધારો જોવા મળશે નહી. જ્યારે ન્યૂનતમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે. આગામી દિવસોમાં પૂર્વથી ઉત્તર પૂર્વ તરફ પવનની દિશા રહેશે, જેના કારણે સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ શકે છે અને દિવસે ગરમીનો અનુભવ થઈ શકે છે. 20 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાત છુટાછવાયા સ્થળે વરસાદની સંભાવના
આવતીકાલથી એટલે કે, 17થી 19 ઓક્ટોબર સુધી રાજ્યમાં સૂકું વાતાવરણ રહેશે. આગામી 20 ઓક્ટોબરના રોજ નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!