Vadodara News: વડોદરાના પ્રતાપનગર રેલવે સ્ટેશન નજીક પાર્કિંગના સામાન્ય મુદ્દે એક પોલીસ જવાન પર લાકડીઓ અને ડંડા વડે ઘાતકી હુમલો કરાયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મૂળ છોટાઉદેપુર તાલુકાના ગુનાટા ગામના વતની અને હાલ વડોદરાની નવભારત પોલીસ લાઈનમાં રહેતા ધ્રુવેસિંગ દશરથભાઈ રાઠવાએ આ અંગે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ધ્રુવેસિંગ છેલ્લા અઢી વર્ષથી લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે અને હાલ પીએસઆઈ (PSI) ની પરીક્ષા હોવાથી 29 જૂન સુધી રજા પર છે. શનિવારે સવારે તેઓ વતન જવા માટે નીકળ્યા ત્યારે આ હિંસક ઘટના બની હતી.

જીવ બચાવવા પ્લેટફોર્મ તરફ ભાગેલા જવાનને દોડાવી દોડાવીને માર્યો

ફરિયાદ અનુસાર, ધ્રુવેસિંગ સવારે પોણા સાત વાગ્યે પ્રતાપનગર રેલવે સ્ટેશન પાસે અલવી વ્હોરા કબ્રસ્તાનની દીવાલ નજીક પોતાની બાઈક પાર્ક કરી રહ્યા હતા.

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!