ગોધરા નજીક જૂના મોર ડુંગરા પાસે એક અલ્ટો કાર પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં સાળા-બનેવીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર અન્ય બે યુવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર પલટી પ્રાથમિક માહિતી અનુસાર, શહેરા તાલુકાના ધાંધલપુર અને છાયના ગામના ચાર મિત્ર કોઈ અંગત કામ અર્થે અલ્ટો કાર લઈને ગોધરા આવ્યા હતા. ગોધરાથી શહેરા તરફ જઈ રહેલી અલ્ટો કારના ચાલકે અચાનક સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. જેના કારણે કાર રોડ પર પલટી ખાઈ ગઈ હતી અને આ દુર્ઘટના સર્જાઈ હતી. ચાર મિત્ર અંગત કામ અર્થે અલ્ટો કાર લઈે ગોધરા આવ્યા હતા શહેરા તાલુકાના ધાંધલપુર અને છાયના ગામના ચાર મિત્ર કોઈ અંગત કામ અર્થે અલ્ટો કાર લઈને ગોધરા આવ્યા હતા. ગોધરાથી પોતાનું કામ પતાવીને તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન જૂના મોર ડુંગરા પાસે આ અકસ્માત થયો હતો. અકસ્માતમાં કિરણ દિનેશભાઈ પટેલ અને મહેશભાઈ ખાંટનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે હિતેન્દ્ર પટેલ અને અન્ય એક મહેશ નામના યુવાનને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક પોલીસે બંને મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલના પી.એમ. રૂમ ખાતે મોકલી આપ્યા છે. પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!