પાટણ શહેરમાં ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સમાજમાં જાગૃતિ લાવવા માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણનો વ્યાપ વધારવો અને વ્યસન મુક્તિ અંગે સમાજને જાગૃત કરવાનો હતો.

રાણકીવાવ ખાતેથી ક્ષત્રિય ઠાકોર સેના બનાસકાંઠાના પ્રમુખ ડી.ડી. ઝાલેરાએ લીલીઝંડી આપીને રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલીમાં સમાજના અગ્રણીઓ અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે આમંત્રિત વક્તા ડી.ડી. ઝાલેરાએ જણાવ્યું હતું કે, પાટણ ઠાકોર સેના દ્વારા આયોજિત આ રેલીમાં તેમને આમંત્રણ મળ્યું તે બદલ તેઓ આભારી છે. તેમણે ઉમેર્યું કે સમાજને પ્રગતિના પંથે લઈ જવા માટે આવા સામાજિક આયોજનો ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
The Gujarat Live News અહેવાલ વિપુલ ચૌધરી રાધનપુર
