રાધનપુર તા.23 ઓક્ટોબર, 2025

નૂતન વર્ષ નિમિત્તે રાધનપુર ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા શુભેચ્છા મુલાકાત તેમજ આગામી યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને ધ્યાનમાં રાખીને રાધનપુર અને સમી તાલુકાની જિલ્લા પંચાયત સીટ અંગે આગેવાનો અને કાર્યકરો સાથે વિચાર વિમર્શ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય શ્રી રઘુભાઈ દેસાઈ, પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ઘેમરભાઈ રબારી, પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રીમતી જયાબેન ઠાકોર, તેમજ અગ્રણીઓ પશાભાઈ રાઠોડ, કરશનજી ઠાકોર, લવજીભાઈ ઠાકોર, કરશનભાઇ ચૌધરી, પરમાભાઇ પંચાલ, કાનજીભાઈ પરમાર, રફિકભાઈ ઘાંચી, ભેમાજી ઠાકોર, દેવાજી ઠાકોર, હરખાભાઈ ભરવાડ અને વીરાભાઇ આહીર ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન ધારાસભ્ય શ્રી રઘુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષે હંમેશા સામાન્ય લોકોના હિતમાં અવાજ ઉઠાવ્યો છે અને આગામી ચુંટણીમાં પણ જનહિતને ધ્યાનમાં રાખી ચૂંટણી લડાશે. કાર્યકરો પક્ષની શક્તિ છે અને દરેકે તળિયાથી સંગઠન મજબૂત કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ.

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી ઘેમરભાઈ રબારીએ જણાવ્યું કે, સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી એ સંગઠનના કાર્યકરો માટે સોનેરી તક છે જ્યાં પક્ષની નીતિઓ અને વિચારધારાને લોકો સુધી પહોંચાડવાની જવાબદારી સૌની છે. મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન ઠાકોરે મહિલાઓની ભાગીદારી વધારવા અને યુવાનોને રાજકારણમાં જોડાવવા માટે સૌને અપીલ કરી હતી.

કાર્યક્રમ દરમિયાન આગેવાનો દ્વારા આગામી ચુંટણી માટેની તૈયારીઓ, સંગઠનને વધુ સક્રિય બનાવવા માટેની ચર્ચા અને પ્રજાસેવાના પ્રશ્નોને લઈને માર્ગદર્શક સૂચનો આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો તથા કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નૂતન વર્ષની શુભકામનાઓ સાથે કોંગ્રેસ પક્ષને મજબૂત બનાવવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!