આ સેવકો લાખો જીવોની અત્યાર સુધી સેવા અને સારવાર કરી ચુક્યા છે.

શ્રી જહુ માતાજીનો આદેશ સમજી દર વર્ષની જેમ ચાલુ વિક્રમ સવંત 2082 ના નવા શરુ થતા વર્ષમાં અબોલ સેવા અનમોલ ના નેજા હેઠળ *ભાઈ બીજ* થી *લાભ પાંચમ* દરમિયાન ચામડીના રોગથી પીડાતા શ્વાનોની સારવાર માટેની શ્વાન સેવા યાત્રામાં 14 બાઈક અને ઈક્કો ગાડી સાથે 33 જેટલાં સેવક ભાઈઓ જોડાયા છે, જેઓ ઊંઝા થી ખેરાલુ – વિસનગર – વડનગર – વલાસણ – ઇડર – ભિલોડા – વિજયનગર -શામળાજી – ખેડબ્રહ્મા – અંબાજી – દાંતા – સતલાસણાના રુટ ઉપરના અંદાજે 200 જેટલાં ગામોની મુલાકાત લઇ શ્વાનોની યોગ્ય સેવા અને સારવાર આપશે.
દિવાળીની રજાઓમાં માત્ર સમય પસાર કરવા મોજ – મજાના નામે ફરવા ઉપડી જતા માનવસમાજ માટે આવી સેવા પ્રવૃત્તિઓ ખરેખર ખુબ ઉદાહરણીય છે.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
