
Gujarat Police : ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા અધિકારી-કર્મચારીના બાળકો માટે પોલીસ વિભાગ દ્વારા હિતકારી નિર્ણય લેવામાં આવ્યો છે. ગત 14 ઓક્ટોબરના રોજ મધ્યસ્થ પોલીસ વેલ્ફેર ફંડ મોનિટરિંગ કમિટીની સમિક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં પોલીસમાં ફરજ બજાવતા પોલીસ સ્ટાફના બાળકોને મળતી ઈનામ સહાયમાં 25 ટકાનો વધારો કરાયો છે. સમગ્ર મામલે પોલીસ વિભાગ દ્વારા નોટિફિકેશન જાહેર કર્યું છે.
પોલીસકર્મીઓના પરિવાર માટે ત્રણ મોટા નિર્ણય
