હવામાન વિભાગની આગાહીને લઈ ભાવનગર જિલ્લામાં સતત 7 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં ગઈકાલ(31 ઓક્ટોબર) સવારથી સમી સાંજ સુધી જિલ્લામાં વરસાદે વિરામ લીધો હતો ત્યાર બાદ મોડી સાંજથી ફરી જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો હતો. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પણ હળવાથી ભારે વરસાદી ઝાપટા પડ્યા હતા. જેમાં સૌથી વધુ તળાજામાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો મહુવા પંથકમાં 2 ઇંચ અને વલ્લભીપુરમાં 1 ઇંચ અને અન્ય તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે ભાવનગર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ યથાવત જોવા મળી રહ્યું છે. શેત્રુંજી ડેમના 20 દરવાજા 1 ફૂટ ખોલાયા
ઉપરવાસમાં પડેલા સારા વરસાદના પગલે ભાવનગર જિલ્લામાં આવેલ જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં સતત પાણીની આવક શરૂ છે. આજરોજ(1 નવેમ્બર) સવારે 7.30 કલાકથી ઉપરવાસથી સતત પાણીની આવકમાં વધારો થતાં ડેમના 20 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા છે. જિલ્લાનો શેત્રુંજી ડેમમાં 1800 ક્યુસેકની આવક સામે 1800 ક્યુસેકની જાવક થઈ રહી છે. તળાજા પંથકમાં 2.5 ઇંચ
ભાવનગર શહેર તેમજ જિલ્લામાં તા. 31 ઓક્ટોબરના રોજ સવારથી હળવા પવન સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અનેં એકાએક રાત્રીના 8 વાગ્યાથી વહેલી સવાર 6 વાગ્યા સુધી જિલ્લામાં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતાં.જેમાં તળાજા પંથકમાં 2.5 ઇંચ , મહુવામાં 2 ઇંચ અને વલ્લભીપુરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. આ તાલુકાઓમાં ઝરમર વરસાદ વરસ્યો
જિલ્લામાં ઘોઘા, ઉમરાળા, ભાવનગર, સિહોર, ગારીયાધાર, પાલીતાણા અને જેસર સહિતના તાલુકાઓમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. સતત 7 દિવસથી ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સાથે આજ વહેલી સવારથી શહેર તેમજ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. તળાજામાં 63 મિમી સાથે સૌથી વધારે વરસાદ
જિલ્લામાં ગઈ કાલ સવારથી આજ સવારે 6 વાગ્યા સુધીમાં ચોપડે નોંધાયેલ વરસાદી આંકડા જોઈએ તો વલ્લભીપુરમાં 25 મિમી, ઉમરાળામાં 09 મિમી, ભાવનગરમાં 15 મિમી, ઘોઘામાં 10 મિમી, સિહોરમાં 13 મિમી, ગારીયાધારમાં 03 મિમી, પાલીતાણામાં 19 મિમી, તળાજામાં 63 મિમી, મહુવામાં 49 મિમી અને જેસરમાં 08 મિમી વરસાદ નોંધાયો હતો.