તા. 2 તથા 3 નવેમ્બર, 2025 દરમ્યાન મેલડી માતાજીના પાટોત્સવ મા નવનિર્મિત મંદિરમા શ્રી ગણપતિ દાદા તથા શ્રી ભૈરવ દાદાની મૂર્તિ પ્રતિષ્ઠા યજ્ઞ તેમજ નવચંડી યજ્ઞ તથા માઁ મેલડીના પ્રિય એવા તાવા દ્વારા માતાજીની ઉપાસનાની સાથે સાથે જીવદયાની પ્રવુતિ સાથે જોડાયેલ શ્રી જહુ માતાજી શ્વાન સેવા સદન, ઊંઝા મા સેવા આપતી 678 બહેનોને માતાજીના આશીર્વાદ સહ સ્મુર્તિ ભેટ અર્પણ કરવામાં આવી તથા રાત્રે ભવ્ય રાસ-ગરબાનું આયોજન આદ્યશક્તિ ઉપાસક શ્રી ડાહ્યાભગત દ્વારા માતાજીના આદેશનુસાર કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મહેસાણાના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી તૃષાબેન પટેલ તથા અમદાવાદ થી જોગમાયા ઉપાસક શ્રી મુન્ના ભગત, ચરાડા થી જશુભાઈ બારોટ, લાંઘા થી અતુલગીરી ગોસ્વામી, ઊંઝા થી વિપુલભાઈ, મહાસુખભાઈ, સચાણા થી ટીનાભાઇ, સાયલા થી નંદુ ભરવાડ, બાપુપુરા થી ગાંડાભાઈ ચૌધરી જેવા મોટી સંખ્યા મા શક્તિ ઉપાસકશ્રી તથા માઁ મેલડી ના ભક્તજનો તેમજ રામોસણા ગ્રામજનો હાજર રહી પ્રસંગ ને ભવ્ય બનાવ્યો હતો, આમંત્રિત સર્વેનું મેલડી માતાજી ઉપાસક શ્રી ડાહ્યાભગત દ્વારા અભિવાદન કરી આભાર માનવામાં આવ્યો હતો.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
