શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેંજ કચ્છ-ભુજ તથા શ્રી ચિંતન તેરૈયા સાહેબ, પોલીસ અધિક્ષક, વાવ-થરાદ જિલ્લાનાઓએ દારૂ અને જુગાર સંબંધિત ગુનાઓની શોધખોળ માટે આપેલ સૂચનાઓના અનુસંધાને,
શ્રી એ. જી. રબારી, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી. વાવ-થરાદના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.
તે દરમ્યાન પ્રાપ્ત ચોક્કસ બાતમીના આધારે, સુઈગામ પોલીસ સ્ટેશન વિસ્તારના મોરવાડા ગામની સીમમાં હાઈવે રોડ પર નાકાબંધી દરમિયાન ચકાસણી કરતા પીક-અપ ડાલા નં. GJ08AW6784 માંથી ગેરકાયદેસર રીતે, વિના પાસ પરમીટના ભારતીય બનાવટના દારૂની બોટલો તથા બિયર ટીનની કુલ 3,744 નંગ મળી આવી, જેની કુલ કિંમત રૂ. 10,10,448/- થાય છે.
આ ઉપરાંત પીક-અપ ગાડી (કિંમત રૂ. 5,00,000/-) તથા એન્ડ્રોઈડ મોબાઈલ ફોન (કિંમત રૂ. 5,000/-) સાથે કુલ રૂ. 15,15,448/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
ગાડી ચાલક નાકાબંધી જોઈ પોતાની ગાડી મુકી ફરાર થઈ ગયો હતો. પ્રાથમિક તપાસ દરમ્યાન જાણવા મળેલ છે કે આ દારૂનો જથ્થો ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર રીતે ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
દારૂનો જથ્થો ભરાવનાર, મંગાવનાર તથા ગાડી માલિક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ સુઈગામ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મુદ્દામાલ વિગત:
ક્રમાંક વિગત જથ્થો કિંમત (રૂ.)
1 ભારતીય બનાવટના દારૂની બોટલો/બિયર ટીન 3,744 10,10,448/-
2 પીક-અપ ડાલા GJ08AW6784 1 5,00,000/-
3 એન્ડ્રોઈડ મોબાઈલ ફોન 1 5,000/-
કુલ કિંમત 15,15,448/-
વાવ-થરાદ પોલીસ તંત્ર દ્વારા રાજ્યમાં પ્રતિબંધિત દારૂની હેરફેર વિરુદ્ધ સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આ કાર્યવાહીથી એસ.ઓ.જી. વાવ-થરાદ પોલીસ સ્ટાફના સતર્કતા અને કાર્યક્ષમતા જણાય છે.
The Gujarat Lve News
અહેવાલ જયેશ ઠાકોર સિધ્ધપુર
