પાટણ પોલીસ અધિક્ષકશ્રી, વી.કે.નાથી સાહેબ પાટણ સુચના મુજબ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા કરેલ સુચના આધારે તથા મે.નાયબ પોલીસ અધિક્ષક સા.શ્રી ડી.ડી.ચૌધરીનાઓના માર્ગદશન હેઠળ રાધનપુર પોલીસ સ્ટાફના માણસો સાથે મિલ્કત સંબંધી અનડીટેક્ટ ગુન્હાઓ શોધી કાઢવા સારૂ રાધનપુર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકીકત મળેલ કે કેટલાક ઇસમોએ સોલાર પ્લાટ માંથી કેબલ વાયર ચોરી કરી રાધનપુર બજાજ શો રૂમની બાજુમાં આવેલ રામદેવ સ્ક્રેપ નામના ભંગારના વાડામાં ચોરીનો મુદામાલ વેચેલ હોય જેથી સદર ભંગારના વાડા ખાતે તપાસ કરતા મકવાણા ભરતભાઈ જેઠાભાઈ હરજીભાઈ નામના એક ઇસમ મળી આવેલ હોય જેને યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા સદર મુદામાલ નીચે જણાવેલ અનુ નં ૦૧ થી ૦૩ વાળાઓ આપી ગયેલ છે જેથી સદરી ઇસમોને પકડી પાડી રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે ગુ.૨.નં-૧૧૧૯૧૦૧૨૨૫૧૧૨૦ બી.એન.એસ કલમ-૩૦૩(૨) મુજબના કામે અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ કરેલ છે.

પકડાયેલ આરોપીઓની વિગતઃ-

[1] ઠાકોર વિપુલભાઈ વિનોદભાઈ રહે. ભાડીયા, તા-રાધનપુર, જીલ્લો-પાટણ..

[2] ઠાકોર શ્રવણભાઈ વીરચંદભાઈ રહે.ભાડીયા, તા-રાધનપુર, જીલ્લો-પાટણ..

[3] ઠાકોર પરેશભાઈ અમરતભાઈ રહે.ભાડીયા, તા-રાધનપુર, જીલ્લો-પાટણ..

[4] મકવાણા ભરતભાઈ જેઠાભાઈ રહે. રાધનપુર માઝનવાડાની પાછળ તા-રાધનપુર

જી-પાટણ (મુદામાલ સ્વીકારનાર)

શોધી કાઢેલ ગુન્હાની વિગતઃ-

(૧) રાધનપુર પોલીસ સ્ટેશન ગુ.ર.નં-૧૧૨૧૭૦૨૭૨૫૧૧૨૦ બી.એન.એસ કલમ-૩૦૩(૨)

કબ્જે કરેલ મુદામાલની વિગતઃ-

(૧) ૭૦ કિ.ગ્રા કેબલ વાયર જેની કિં.રૂ ૩૫૦૦૦/-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!