પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ફાંગલી ગામમાં લાંબા સમયથી બિસ્માર અને ઝૂકેલી સ્થિતિમાં રહેલો UGVCL નો વીજ થાંભલો ગ્રામજનો માટે સતત જોખમનું કારણ બન્યો હતો. 

પરિણામે ગ્રામજનોમાં તંત્ર પ્રત્યે રોષ અને નિરાશાનો માહોલ ઊભો થયો હતો.

અંતે ગામના પૂર્વ સરપંચ જેસગભાઇ કે. આહીર અને યુવા આગેવાન જીવણભાઈ મેરામભાઇ આહીર આગળ આવ્યા.

બંને આગેવાનોએ ગામની સુરક્ષા અને જાહેરહિતને પ્રાધાન્ય આપીને વ્યક્તિગત કોશિશો કરી, જરૂરી સંકલન કર્યું અને આજે આખરે લાંબા સમયથી બિસ્માર હાલતમાં રહેલા થાંભલાની રીપેરિંગ કામગીરી પૂર્ણ કરાવી.

રીપેરિંગ દરમિયાન મિસ્ટ્રીઓની મદદથી થાંભલો મજબૂત બનાવવામાં આવ્યો અને જોખમ દૂર કરાયું. ગામજનો અનુસાર,

“તંત્રનું કામ હોવા છતાં ગામના બે આગેવાનો પોતે આગળ આવીને સ્થાનિક સમસ્યા ઉકેલે છે, એ ગામ માટે ગૌરવની બાબત છે.”

થાંભલા સંસ્કાર પછી હવે ગામમાં વીજ પુરવઠાની વ્યવસ્થા વધુ સુરક્ષિત અને સ્થિર બની રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

વારંવાર થતા સ્પાર્કિંગ, વીજ ખામી અને પડખે પડવાની ભીતિ હવે દૂર થઈ છે.

ગામના વડીલોએ જણાવ્યું કે,

“જેસગભાઇ અને જીવણભાઈ જેવા આગેવાનો ગામના હિતમાં હંમેશાં આગળ આવે છે. તંત્ર જો સમયસર કામ ન કરે તો સોશિયલ લીડરશિપ કેટલા મહત્વની છે એ ફાંગલી ગામે ફરી સાબિત કર્યું.”

આ ઘટનાએ ફરી એકવાર વહીવટી તંત્રની સુસ્ત કામગીરી પર પ્રશ્નાર્થ ઉભો કર્યો છે.

ગામજનો માંગ કરી રહ્યા છે કે UGVCL વિભાગે આવી ખામીઓને સમયસર ઠીક કરવાની અને ગ્રામિણ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા પાકી કરવાની જરૂર છે.

ફાંગલી ગામમાં આજના દિવસની કામગીરી એ ખૂબ સરસ કેવાય

સમર્પિત આગેવાનોની પહેલને કારણે હવે ગામને રાહતનો શ્વાસ મળ્યો છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!