જાફરાબાદ તાલુકાના કડીયાળી ગામે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા કડીયાળી હાઈસ્કૂલમાં તારીખ 15 /11 /2025 ના રોજ શાળાના આચાર્ય શ્રી શીતલબેન પરમાર ના પરમારના માર્ગદર્શન હેઠળ વાલી મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.

તેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના વાલીઓ હાજર રહ્યા હતા. શાળાના સ્ટાફગણ દ્વારા વાલીઓની મુલાકાત કરી વિવિધ માહિતીઓ આપવામાં આવી હતી. તદુપરાંત વિદ્યાર્થીઓમાં જોવા મળતા અમુક નકારાત્મક વર્તનથી વાલીઓને વાકેફ કર્યા હતા. જેમ કે વ્યસન વિદ્યાર્થીઓમાં જોવા મળતી અભ્યાસ પ્રત્યેની અરુચી થી વાલીઓને માહિતગાર કરી તેમના અભ્યાસમાં ધ્યાન આપવા જેવા માર્ગદર્શક સૂચનો આપવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય શ્રી શીતલબેન પરમાર દ્વારા શાળાના શિક્ષકો વતી તેમજ તેમના વતી વિદ્યાર્થીઓને યોગ્ય રીતે અભ્યાસ કરવામાં પુરતી મહેનતથી શિક્ષકો શાળામાં કામ કરી વિદ્યાર્થીઓને પૂરી નિષ્ઠાથી અભ્યાસ કરાવશે તેવી વાલી ગણને ખાતરી આપવામાં આવી. આ તકે

સી.આર.સી કોઓર્ડીનેટર શ્રી એ પણ વાલીઓને સંબોધન કર્યું હતું.

કાર્યક્રમના અંતે વર્ગ શિક્ષકો સાથે વાલીઓની મુલાકાત કરી અને ચા પાણી આપી વાલી મીટીંગ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

The Gujarat Live News 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!