
IELTS Coaching Centers Gujarat: 2025ના પ્રથમ ત્રણ-ચાર મહિનામાં જ ગુજરાતમાં આશરે 600 IELTS કોચિંગ સેન્ટર્સ બંધ થઈ ગયા છે. ગુજરાતમાં આઈઈએલટીએસની સૌથી મોટી અસર કોચિંગ હબ અમદાવાદ પર પડી છે. કેનેડાના વિઝાના નિયમો કડક થતાં 41 ટકા અરજીઓમાં ઘટાડો થયો છે.
ગુજરાતથી વિદેશ જતાં વિદ્યાર્થીઓમાં પણ 40 ટકા અરજીઓનો ઘટાડો થતાં આઈઈએલટીએસ પર માઠી અસર પડી છે. બંધ થવાના મુખ્ય કારણોમાં કેનેડા, અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયાના સખત વિઝા નિયમો ખાસ કરીને કેનેડાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા પર કેપ લગાવી દીધી છે.
