આમ આદમી પાર્ટી (AAP) દ્વારા બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ચડોતર ખાતે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાપંચાયત ખેડૂતો અને ખેતમજૂરોને ન્યાય અપાવવાના સ્લોગન સાથે યોજાઈ રહી છે. આ મહાપંચાયતમાં AAPના પ્રદેશ નેતાઓ ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા અને ચૈતર વસાવા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાંથી મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને સ્થાનિક લોકો આ કિસાન મહાપંચાયતમાં પહોંચી રહ્યા છે.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!