વડોદરાના દુમાડ ચોકડી નજીક નેશનલ હાઈવે 48 પર આજે 1 ડિસેમ્બરે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.એક છોટા હાથી ટેમ્પો પલટી મારીને ડિવાઈડર કૂદીને અન્ય માર્ગ પર જતું રહ્યું હતું. જેમાં ટેમ્પોચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું છે. જ્યારે તેની સાથેના એક વ્યકિતને ઈજાઓ થતાં સારવારમાં ખસેડાયો હતો. મળતી વિગત અનુસાર મૃતકના નવ મહિના અગાઉ લગ્ન થયા હતા. બંને યુવકો ડિલિવરી બોયનું કામ કરતા ​​​
આ અકસ્માત છાણી પોલીસ સ્ટેશનની હદમાં, દુમાડથી જીએસએફસી બ્રિજ તરફ જતા મેન હાઈવે પર બન્યો હતો. આ બંને યુવકો ડિલિવરી બોય છે અને તેઓ સમાન લઈને જતા હતા તે દરમ્યાન ટેમ્પો છોટા હાથી પલટી માર્યો હતો. ટેમ્પો ચાલક કલ્પેશનું ઘટનાસ્થળે જ મોત
આ અકસ્માતમાં છોટા હાથી ટેમ્પો ચલાવી રહેલા કલ્પેશભાઈ જયંતીભાઈ માળી (ઉંમર 21, રહે. દોડકા, વડોદરા)ને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જેને કારણે તેમના પરિવારમાં શોક અને ગમગીની છવાઈ ગઈ છે. મૃતકને પરિવારમાં માત્ર માતા છે અને તેને નાનો ભાઈ છે, મૃતકના નવ મહિના અગાઉ લગ્ન થયા હતા. ઈજાગ્રસ્તને સારવારમાં ખસેડાયો
અકસ્માતમાં મૃતક કલ્પેશની બાજુમાં બેસેલા અન્ય એક યુવક કિરણ મકવાણાને પણ ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક કાર્યવાહી કરીને ઈજાગ્રસ્ત કિરણને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતદેહને પીએમમાં ખસેડીને છાણી પોલીસ સ્ટેશન દ્વારા આ અકસ્માતની ઘટના અંગે ગુનો નોંધવાની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઇવે પર ટ્રિપલ અકસ્માત, 3નાં મોત
અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઇવે પર કણભા પાસે ટ્રિપલ અકસ્માત થયો છે જેમાં 3ના મોત થયા છે. પટેલ ટ્રાવેલ્સની લકઝરી અને કિયા કાર અથડાતા બંનેના ડ્રાઇવર નીચે ઉતરી સમાધાન કરતા હતા તે સમયે જ પાછળથી આવતી ટ્રકે લક્ઝરી બસને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 15 લોકો ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં ખસેડાયા હતા.(વાંચો સંપૂર્ણ સમાચાર) દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ડોક્ટરે મજૂરોને ઉડાવ્યા, 2નાં મોત:મધ્યપ્રદેશના 5 શ્રમિક હાઇવે સમારકામ કરતા હતા
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માતમાં 2 મજૂરનાં મોત થયાં. પાદરાના સરસવણી ગામ નજીક હાઇવે સમારકામની કામગીરી દરમિયાન કારચાલક ડોક્ટરે બે મજૂરને અડફેટે લેતાં મોત થયા. કુલ 5 મજૂર કામ કરતા હતા, જેમાંથી 3નો આબાદ બચાવ થયો. વડોદરાથી ભરૂચ તરફ જતી કારે અચાનક નિયંત્રણ ગુમાવી મજૂરોને અડફેટે લીધા હતા.(વાંચો સંપૂર્ણ સમાચાર)
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!