જૂનાગઢના રાજકારણ અને પોલીસ બેડામાં ફરી એકવાર સનસનાટી મચી છે. અહીંના ભાજપના ધારાસભ્ય સંજય કોરડીયાની ઈમેજને નુકસાન પહોંચાડવાના બદઇરાદે કોઈ અજાણ્યા ઈસમોએ ધારાસભ્યના નામ અને ફોટોગ્રાફનો દુરુપયોગ કરીને ફેક ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવ્યું હોવાની ઘટના સામે આવી છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તપાસ કરતા બે અજાણ્યા નંબર પણ પોલીસના ધ્યાને આવ્યા છે. ફેક IDનું IP એડ્રેસ પાકિસ્તાનમાંથી બન્યું હોવાનું ખુલ્યું
ધારાસભ્ય સંજય કોરડીયાના સેક્રેટરી હર્ષ લાલજીભાઈ ગોઠી દ્વારા જૂનાગઢ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે. સેક્રેટરીએ જણાવ્યું કે, ગત તા. 7 જુલાઈના રોજ ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા અને તેઓ તેમના મત વિસ્તાર ઝાંઝરડા રોડ ઉપર હતા, તે સમયે તેમને જાણ થઈ કે કોઈ અજાણ્યા ઈસમોએ ધારાસભ્યના ફોટો સાથે સંજય કોરડીયા નામનું ફેક ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવ્યું હતું. ફેક IDનો હેતુ ધારાસભ્યની છબીને નુકસાન પહોંચાડવાનો હતો
આ ફેક આઇડીનો ઉપયોગ કરીને ધારાસભ્યના ફોટો અને નામનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો અને લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસરૂપે ખોટા મેસેજ મોકલવામાં આવ્યા હતા, જેનો હેતુ ધારાસભ્યની જાહેર છબીને નુકસાન પહોંચાડવાનો હતો. આ હકીકત સામે આવતા તુરંત જ હર્ષભાઈએ જૂનાગઢ એસઓજી (SOG)માં અરજી કરીને તપાસની માંગણી કરી હતી. એસઓજીની તપાસમાં ફેસબુક આઇડીની પ્રોફાઇલની વિગતો મેટા (Meta) પાસેથી મંગાવવામાં આવી હતી. તપાસમાં જે તથ્ય સામે આવ્યું તે મુજબ, આ ફેસબુક આઇડી પાકિસ્તાનમાંથી બનેલી હોવાની માહિતી મળી હતી. પોલીસને બે શંકાસ્પદ મોબાઈલ નંબર મળ્યા
આ સમગ્ર મામલે જૂનાગઢ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ કે.જે. પટેલે જણાવ્યું હતું કે, પોલીસની પ્રાથમિક તપાસમાં આ બંને ફેક આઈડી પાકિસ્તાનમાંથી બન્યા હોવાનું અને તેમાં બે શંકાસ્પદ મોબાઇલ નંબર મળ્યા હોવાનું ખુલ્યું છે. પાકિસ્તાન કનેક્શન અને બે શંકાસ્પદ નંબરો મળ્યા બાદ પોલીસ દ્વારા તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ માહિતીના આધારે સેક્રેટરી હર્ષ લાલજીભાઈ ગોઠીએ આજે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તે બંને અજાણ્યા મોબાઈલ નંબરના ધારકો સામે વિધિવત ફરિયાદ નોંધાવી છે, જેથી આ આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઈમની ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ સુધી પહોંચી શકાય. ભૂતકાળમાં પણ ધમકી અને ખંડણીનો કિસ્સો
ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય સંજય કોરડીયા અગાઉ પણ આવા અજાણ્યા શખસોના ગુનાહિત કાવતરાનો ભોગ બની ચૂક્યા છે. ભૂતકાળમાં તેમને સાઉથ આફ્રિકાથી કોલ કરીને તેમના પરિવારને મારી નાખવાની ધમકી આપીને લાખોની ખંડણી માંગી હોવાનો કિસ્સો પોલીસ દફતરે નોંધાયો હતો. તે કેસમાં જૂનાગઢ પોલીસે ધારાસભ્યને ધમકી આપીને ખંડણી માંગવાના કેસમાં સાઉથ આફ્રિકાના શખ્સ સમીર ગાલીફ રીંગબલોચ (ઇસ્ટ કોંગો), જે મૂળ ચિત્રાવડનો રહેવાસી છે, તેને મુંબઈ એરપોર્ટથી ઝડપી પાડ્યો હતો. આ કેસમાં અન્ય બે ઇસમોની પણ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આજે ફરી ધારાસભ્યની ફેક આઇડી બનાવીને તેમની ઈમેજને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને તેમાં પાકિસ્તાન કનેક્શન ખૂલતા સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસ આંતરરાષ્ટ્રીય સ્તરે થયેલા આ ગુનાની ગંભીરતાથી તપાસ કરી રહી છે.