કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 5 ડિસેમ્બરે ગાંધીનગરની મુલાકાતે હતા અને તેમણે શહેરને 68 કરોડના વિવિધ પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરીને ભેટ આપી હતી. જોકે, તેમના વ્યસ્ત શિડ્યુલ વચ્ચે તેઓ તેના ભૂતપૂર્વ શિક્ષક જીવણભાઈ પટેલ (જેઓ માણસામાં જે. ડી. પટેલ તરીકે ઓળખાય છે)ને મળવા માટે અચાનક તેમના ઘરે પહોંચ્યા હતાં. પરિવાર સાથે અડધો કલાકથી વધુ સમય વિતાવ્યો હતો
અમિત શાહે ગાયત્રી નગર સ્થિત પોતાના પૂર્વ શિક્ષક 89 વર્ષના જીવણભાઈ ડાહ્યાભાઈ પટેલના નિવાસસ્થાને જઈને પગે લાગીને આશીર્વાદ લીધા હતાં. શિક્ષકના ઘરે પ્રવેશતા પહેલા કેન્દ્રીય ગૃહમંત્રીએ તેમના પગરખા પણ ઘરની બહાર ઉતાર્યા હતાં અને શિષ્ટાચાર જાળવ્યો હતો. અમિત શાહે જીવણભાઈ સહિતના પરિવાર સાથે અડધો કલાકથી વધુ સમય વિતાવ્યો હતો અને ભૂતકાળના સંસ્મરણો તાજા કર્યા હતાં. 20 વર્ષે કેન્દ્રીય ગૃહ મંત્રીનું ગુરુ સાથે મિલન
જીવણભાઈએ દિવ્યભાસ્કર ડિજિટલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ મુલાકાત 20 એક વર્ષ પછી થઈ છે. તેમણે કહ્યું કે, અમિતભાઈએ તેમને બાળપણના દિવસો યાદ કરાવ્યા અને ખાસ કરીને માણસામાં થયેલા વિકાસ અને મલાવ તળાવ એક વાર જોવા માટે આગ્રહ કર્યો હતો. ‘અમિત શાહનું ભણતર સારું હતું અને તેઓ હોશિયાર વિદ્યાર્થી હતા’
અમિત શાહના શિક્ષક જીવણભાઈએ ઉમેર્યું કે તેમણે અમિત શાહને પહેલા ધોરણથી સાતમા ધોરણ સુધી ભણાવ્યા હતા. તેમણે ભૂતકાળના શિક્ષકોને યાદ કરતા જણાવ્યું કે પહેલાના શિક્ષકો પૈસાનો મોહ રાખ્યા વિના બાળકોને શિક્ષણ આપતા અને છોકરાઓ હોશિયાર કેવી રીતે થાય એના પ્રયત્નો કરતા હતા. શિષ્યને જોઈને ગુરુની આંખમાં હર્ષના આંસુ
અમિત શાહની ઓચિંતી મુલાકાતથી જીવણભાઈની આંખમાં હર્ષના આંસુ અને સ્થાનિકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. અમિત શાહે જતી વખતે સ્થાનિકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું . પરેડ કરાવતા તે સંસ્મરણો પણ યાદ કર્યા હતા
ત્યારે જીવણભાઈના પુત્ર ડોક્ટર નીલમ પટેલે જણાવ્યું કે, ઘણા વર્ષો પછી પપ્પાની મુલાકાત અમિત સર સાથે થતાં પપ્પાની આંખોમાંથી ખુશીના આંસુ આવી ગયા હતા. અમિત શાહે શિક્ષકોની સ્ટ્રીક્ટનેસ અને વહેલી સવારે એનસીસી શિક્ષક (પપ્પા) કેવી રીતે પરેડ કરાવતા હતા તે સંસ્મરણો પણ યાદ કર્યા હતા. અમિત શાહે જીવણભાઈના ઘરેથી નીકળ્યા બાદ સ્થાનિકો સાથે વાર્તાલાપ કર્યો
કોઈપણ નિર્ધારિત કાર્યક્રમ વિના કેન્દ્રીય ગૃહ મંત્રીના અચાનક આગમનને કારણે ગાયત્રી નગરના સ્થાનિકોમાં અનેરો ઉત્સાહ અને હર્ષોલ્લાસની લાગણી જોવા મળી હતી. અમિત શાહે જીવણભાઈના ઘરેથી નીકળ્યા બાદ સ્થાનિકો સાથે વાર્તાલાપ કર્યો અને અભિવાદન જીલ્યું હતું. તેમણે એક માતાને તેની બાળકીને વ્હાલ કરીને “આને ભણાવજો” તેમ પણ કહ્યું હતું.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!