
વાઘાવાડી રોડ પર રફ્તારનો આતંક, અકસ્માત સર્જનાર સગીર કારચાલક ઝડપાયો
રાત્રે વોકિંગ કરવા નિકળેલી મહિલાનું મોત નિપજ્યું તથા ક્લાસિસમાંથી ઘરે જઈ રહેલી સગીરાને ઈજા, નિલમબાગ પોલીસ મથકમાં ગુનો નોંધાયો
ભાવનગર: શહેરના વાઘાવાડી રોડ પર ગત મોડી રાત્રે બનેલા હિટ એન્ડ રનના બનાવમાં એક મહિલાનું મોત નિપજ્યું છે, જ્યારે અન્ય એક સગીર યુવતીને ઈજા પહોંચી છે. વાઘાવાડી રોડ પર ગત રાત્રિના પુરપાટ સ્પિડે જઈ રહેલી એક કારે મહિલા અને સગીરાને અડફેેટે લીધી હતી. જેમાં પોતાના જેઠાણી સાથે વોકિંગ માટે નિકળેલા કાળિયાબીડ વિસ્તારના એક મહિલાનું મોત નિપજ્યું છે. જ્યારે ક્લાસિસમાંથી ઘરે જઈ રહેલી રાણીકા આરબવાડ વિસ્તારની સગીર યુવતીને ઈજા પહોંચી હતી.
