સુરત જિલ્લાના માંડવી તાલુકામાં ધર્માંતરણ અને દુષ્કર્મનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક સરકારી શાળાના આચાર્ય અને ખ્રિસ્તી પાસ્ટર રામજી ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. આ પિતા-પુત્ર પર આદિવાસી યુવતીને પ્રેમજાળમાં ફસાવી ધર્માંતરણ કરાવવા અને દુષ્કર્મ આચરવાનો ગંભીર આરોપ છે. પીડિતાએ આચાર્ચ અને પાસ્ટરના ડૉક્ટર પુત્ર અંકિત ચૌધરીની ધરપકડ કરવાની માગ કરી છે. અંકિત વિરુદ્ધ ગત 6-જૂને દુષ્કર્મનો ગુનો દાખલ થયો હતો. જોકે, આરોપી ડોક્ટરે આગોતરા જામીન લઈ લીધાનું સામે આવ્યું છે. જ્યારે તેના પિતાની ધર્માતરણના ગુના હેઠળ ધરપકડ કરાઈ છે. પ્રેમજાળ અને ધર્મ પરિવર્તનનું ષડયંત્ર
માંડવી તાલુકાની એક આદિવાસી યુવતીને ક્લિનિક ચલાવતા ડૉ. અંકિત રામજી ચૌધરીએ પ્રેમજાળમાં ફસાવી હતી. યુવતીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે બે વર્ષ સુધી શારીરિક શોષણ કર્યા બાદ અંકિતે તેનું ધર્મ પરિવર્તન કરાવીને હિન્દુમાંથી ખ્રિસ્તી બનાવી દીધી હતી. વિશેષમાં, અંકિતે લગ્ન માટે યુવતીના આખા પરિવારને ધર્મ પરિવર્તન કરવાની ઘૃણાસ્પદ શરત મૂકી હતી. પરિવારે આ શરત માનવાનો ઇનકાર કરતા યુવતીએ માંડવી પોલીસ મથકે ડૉ. અંકિત વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો, જેના આધારે પોલીસે તાત્કાલિક તેની ધરપકડ કરી હતી. આચાર્ય-પાસ્ટર રામજી ચૌધરી મુખ્ય સૂત્રધાર
આ ઘટના બાદ હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર રજૂઆતો કરવામાં આવતા સુરત ગ્રામ્ય પોલીસ વડાએ કેસની તપાસ DYSP બી.કે. વનારને સોંપી હતી. પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં આ સમગ્ર ધર્માંતરણના ષડયંત્રનું મૂળ બહાર આવ્યું હતું. પીપલવાડાની સરકારી શાળામાં આચાર્ય
ડૉ. અંકિતનો પિતા, રામજીભાઈ દુબલભાઈ ચૌધરી, જે માંડવીની પીપલવાડા ગામની સરકારી મુખ્ય શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે, તે જ આ કાળા કારોબારનો મુખ્ય સૂત્રધાર નીકળ્યો. પોલીસ તપાસમાં ખુલ્યું કે રામજી ચૌધરી પોતે ખ્રિસ્તી પાસ્ટર છે અને ‘ધી પ્રે ફોર એવરલાસ્ટિંગ લાઇફ ચેરીટેબલ ટ્રસ્ટ’ના પ્રમુખ પણ છે. આદિવાસી પ્રજાને લલચાવી-ફોસલાવીને ધર્માંતરણ
પોલીસે જણાવ્યું કે સરકારી શિક્ષકની ફરજ બજાવતા આચાર્ય રામજી ચૌધરી ગરીબ અને ભોળી આદિવાસી પ્રજાને લલચાવી-ફોસલાવીને ધર્માંતરણની પ્રવૃત્તિઓ કરતા હતા. આ પુરાવાઓના આધારે પોલીસે તેની પણ ધરપકડ કરી છે. ગંભીર સવાલો અને કડક તપાસની માગ
પિતા-પુત્રની ધરપકડથી સમગ્ર સરકારી તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે. સરકારી શાળાનો આચાર્ય આટલા લાંબા સમયથી પાસ્ટર તરીકે ધર્માંતરણનું કામ કરતો હોવા છતાં શિક્ષણ કે અન્ય તંત્ર દ્વારા કેમ કોઈ કાર્યવાહી ન થઈ? શું આ ટ્રસ્ટને ધર્માંતરણ માટે ક્યાંકથી વિદેશી કે અન્ય ફંડિંગ મળતું હતું? પોલીસે પકડાયેલા આરોપી આચાર્ચને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. હિન્દુ સંગઠનોએ માત્ર આચાર્ય સુધી નહીં, પરંતુ આ સમગ્ર ધર્માંતરણના નેટવર્કને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે કડકમાં કડક તપાસની ગ કરી છે.

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!