દાહોદ જિલ્લામાં 4 દિવસ પહેલા સળગેલી હાલતમાં એક લાશ મળી હતી. જે મામલે પોલીસે તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. જેમાં અર્ટિકા લેવાની જીદે ચડેલા ભાઈને સગા ભાઈએ જ મિત્રો સાથે મળી ગળું દબાવી પતાવી દીધો હતો. જે બાદ લાશને આખી રાત સુધી અલ્ટો ગાડીમાં રાખી હતી, પછી બીજા દિવસે પેટ્રોલ છાંટીને લાશને સળગાવી નાખી હતી. જે મામલે પોલીસે સગાભાઈ સહિત બે આરોપીને ઝડપી પાડ્યા છે. ત્યારે આવો સમ્રગ ઘટનાને વિસ્તારથી જોઈએ.. સંજેલી તાલુકાના રંગલી ફળિયા બસ સ્ટેશન નજીક સળગાવેલી હાલતમાં મળેલી લાશની ઓળખ સ્થાપિત કરીને દાહોદ પોલીસે ગણતરીના દિવસોમાં આ અનડિટેક્ટ ગુનાને ઉકેલવામાં મોટી સફળતા મેળવી છે. 12 ડિસેમ્બરે રંગલી ફળિયા બસ સ્ટેશન પાછળ એક લાશ મળી
DYSP ડી.આર.પટેલે સમગ્ર ઘટનાની વિગતવાર માહિતી આપી હતી. DYSPએ જણાવ્યું કે, તારીખ 12 ડિસેમ્બર, 2025ના રોજ સાંજના સમયે સંજેલી તાલુકાના રંગલી ફળિયા બસ સ્ટેશનના પાછળના ભાગે અજાણ્યા ઈસમની સળગાવેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ ઘટનાની ગંભીરતા જોતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. લાશની ઓળખ કરવી એ પોલીસ માટે સૌથી મોટો પડકાર હતો. પોલીસે વિવિધ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો
વધુમાં જણાવ્યું કે, આ ઘટનાનો ભેદ ઉકેલવા માટે એલ.સી.બી., એસ.ઓ.જી., સંજેલી પોલીસ, લીમડી પોલીસ, ઝાલોદ પોલીસ, ફતેપુરા પોલીસ, અને ચાકલીયા પોલીસ સહિતની અલગ અલગ ટીમો બનાવીને તલસ્પર્શી તપાસના ચક્રો ગતિમાન કરાયા હતા. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સનો ઉપયોગ કરીને માહિતી એકઠી કરવાનું શરૂ કર્યું હતું. મૃતકની ઓળખ કેવી રીતે થઈ?
સઘન તપાસ દરમિયાન, મરણ જનાર વ્યક્તિની ઓળખ તેના હાથમાં પહેરેલ ‘શ્રી શ્યામ’ લખેલા કડા અને હાથમાં રહેલી ઘડિયાળના આધારે થઈ હતી. મૃતક વ્યક્તિ ઝાલોદના કારઠ મુકામનો રોયલ લબાના હોવાનું સામે આવ્યું હતું. પોલીસની પૂછપરછમાં સગોભાઈ અક્ષય ભાંગી પડ્યો
મરણ જનારની ઓળખ થતાં પોલીસે મૃતકના પરિવારજનો સાથે પૂછપરછ હાથ ધરી હતી. જેમાં તેના સગા ભાઈ અક્ષય લબાનાની હલચલમાં શંકા જતા અક્ષયની વધુ પૂછપરછ કરી જેમાં શરૂઆતી સમયે પૂછપરછ દરમિયાન અલગ અલગ વાતો કરી કોઈ સંતોષકારક જવાબ નહીં આપતાં પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરાતા અક્ષય ભાંગી પડ્યો હતો અને તેણે ગુનાની કબૂલાત કરી હતી. અર્ટિકા ગાડી લાવવા બાબતે સતત ઝઘડો કરતો રહેતો
મરણ જનાર રોયલ લબાના જે મોજ શોખ કરનાર વ્યક્તિ હતો અને અવારનવાર ઘરમાં કંકાશ કરી ઝગડો તકરાર કરતો હતો. અમુક વાર ચોરી કરી પરિવારને માનસિક રીતે ત્રાસ આપતો હતો અને હાલમાં થોડા દિવસથી મરણ જનાર અર્ટિકા ગાડી લાવવાની જીદ કરી પોતાના વડીલો પાર્જીત કારઠ ગામનું ઘર વેચાણ કરવા માટે મજબૂર કરતો હતો. સગા નાના ભાઈના ઝગડા કંકાશથી કંટાળી તેનાથી છુટકારો મેળવવા અને તેનું કાળસ કાઢી નાખવાના ઈરાદેથી પોતાના મિત્ર મોહમ્મદ તોસીફ અને અન્ય એક સાગરિત સાથે તેને મોતને ઘાટ ઉતારવા ષડયંત્ર બનાવ્યું હતું. કેવી રીતે ગુનાને અંજામ આપ્યો?
આરોપી અક્ષય મૃતક રોયલ લબાનાને અર્ટિગા ગાડી લેવાના બહાને સુરત લઈ જવાનું કહીને અલ્ટો ગાડીમાં બેસાડી વડોદરા સુધી લઈ ગયો હતો. ત્યાંથી પરત ફરતી વખતે, દાહોદથી કરંબા તરફના રસ્તે, જ્યારે રોયલ લબાના ઊંઘી ગયો હતો, ત્યારે ત્રણેય આરોપીઓએ ભેગા મળીને તેનું ગળું દબાવીને કરપીણ હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ લાશને તેમણે એક આખો દિવસ અલ્ટો ગાડીની ડિક્કીમાં છુપાવી રાખી હતી. બીજા દિવસે, ગુનાનો કોઈ પુરાવો ન રહે તે હેતુથી, લાશને સંજેલીના હીરોલા ગામે બસ સ્ટેશનના પાછળના ભાગે લઈ જઈ, તેના પર જ્વલનશીલ પ્રવાહી (પેટ્રોલ/ડીઝલ) નાખીને સળગાવી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, પોલીસની પૂછપરછમાં એ વાત પણ સામે આવી છે કે, મૃતક રોયલ લબાના સ્વચ્છંદી જીવનશૈલી જીવતો હતો અને તે પોલીસના ચોપડે પણ અન્ય ગુનાઓમાં સંડોવાયેલો હતો. પોલીસે બે આરોપીને ઝડપી લીધા
દાહોદ જિલ્લા પોલીસે ટેકનિકલ પુરાવાઓ અને હ્યુમન સોર્સના માધ્યમથી આ વણઓળખાયેલ મર્ડર ગુનાને ડિટેક્ટ કરીને મુખ્ય બે આરોપીઓને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે.

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!