– અંબાવ ગળતેશ્વર રોડ ઉપર
– કડાણા ડેમમાં પાણીનો પ્રવાહ 1.56 લાખ ક્યુસેક થવાની શક્યતાથી સલામતી માટે નિર્ણય
ઠાસરા : મહીસાગર નદીમાં પાણીનો પ્રવાહ વધવાના કારણે ગળતેશ્વર મહાદેવ મંદિર પાસેથી પસાર થતી મહીસાગર નદી ઉપરના પુલ અવર- જવર માટે તંત્રએ બંધ કરવા સૂચના આપી છે.
ઉપરવાસમાં ભારે વરસાદ થવાથી હાલ કડાણા ડેમમાં પાણીનો પ્રવાહ ૬૭૨૦૭ ક્યુસેકથી વધી ૧,૫૬,૧૪૩ ક્યુસેક થવાની શક્યતા છે.
