– મહાપાલિકામાં નિવૃત્ત કર્મચારીની સામે નવી ભરતી ઓછી કરાતા નારાજગી
– મહાપાલિકામાં છેલ્લા 5 વર્ષમાં 637 કર્મચારી વયમર્યાદા સહિતના કારણસર નિવૃત્ત થયા : 462 કર્મચારીની ભરતી કરાઈ
ભાવનગર : ભાવનગર મહાનગરપાલિકામાં વયમર્યાદા સહિતના કારણોસર છેલ્લા પાંચ વર્ષમાં ઘણા કર્મચારીઓ નિવૃત્ત થયા છે, જયારે તેની સામે ભરતી ઓછા કર્મચારીઓની કરાઈ રહી છે તેથી કામગીરીને અસર થઈ રહી છે.
સરકારના નિયમ મુજબ ભાવનગર મહાપાલિકાના કર્મચારીઓને પ૮ વર્ષ પૂર્ણ થતા નિવૃત્ત કરવામાં આવે છે, જયારે કેટલાક કર્મચારીઓ કોઈ કારણસર સ્વૈચ્છીક નિવૃત્તી પણ લઈ લેતા હોય છે. મહાપાલિકામાં ગત વર્ષ ર૦ર૦-ર૧ થી ગત વર્ષ ર૦ર૪-રપ એટલે કે છેલ્લા પાંચ વર્ષમાં વયમર્યાદા સહિતના કારણોસર કુલ ૬૩૭ કર્મચારી નિવૃત્ત થયા છે, જેમાં ગત વર્ષ ર૦ર૦-ર૧ માં સૌથી ઓછા ૧૦૩ કર્મચારી નિવૃત્ત થયા છે, જયારે ગત વર્ષ ર૦રર-ર૩ માં સૌથી વધુ ૧૪૭ કર્મચારી નિવૃત્ત થયા છે.
