Jamnagar Congress : જામનગરના વોર્ડ નંબર 2 ના મોમાઈનગર મેઇન રોડ પર નાખેલી પાણીની પાઇપ લાઇનમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે શહેર યુવક કોંગ્રેસ દ્વારા નાયબ મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

શહેરના વોર્ડ નંબર 2 માં આવેલા મોમાઈનગર મેઇન રોડ પર હાલ સીસી રોડનું કામ ચાલુ છે, જે રોડના ખોદાણ કામ વખતે રોડની વચ્ચે પાણીની ડીઆઇ પાઇપલાઈન નાખવામાં આવી છે, આ લાઈન આશરે 6 થી 8 મહિના પહેલા નાખેલી છે, તેમ જાણવા મળ્યું છે. આ લાઇન નાખવાના નિયમ અનુસાર આ પાણીની લાઈન જમીનથી આશરે ત્રણ ફૂટ નીચે હોવી જોઈએ ,પરંતુ આ લાઇન જમીનથી માત્ર એક ફૂટ ઉંડી રાખેલી છે. હાલ સીસી રોડનું કામ ચાલુ હોય આ લાઈન માત્ર એક ફૂટ ઊંડી નાખેલી છે.

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!