રાજ્યના વહીવટી તંત્રમાં વ્યાપ્ત અરાજકતા અને અધિકારીઓની ખરાબ માનસિકતા સામે વડોદરા જિલ્લાના પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ધારાસભ્ય કેતન ઇનામદાર, અક્ષય પટેલ, શૈલેષ મહેતા, ચૈતન્યસિંહ ઝાલા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા લખાયેલા આ પત્રમાં ‘વંદે માતરમ્’ સાથે શરૂ કરીને વહીવટી વ્યવસ્થાની ટીકા કરી છે. ઉલ્લેખીનય છે કે, આ પહેલાં 2017ની વિધાનસભા ચૂંટણી બાદ ત્રણ ધારાસભ્યોએ સર્કિટ હાઉસ પર બેઠક બોલાવી કામ થતાં ન હોવાનો બળાપો કાઢ્યો હતો. સરકારી કચેરીઓમાં સામાન્ય વ્યક્તિને કામ કરાવવું યુદ્ધ સમાન થઈ ગયું
પત્રમાં જણાવાયું છે કે, રાજ્યમાં વહીવટી તંત્રનું કામકાજ ખોરંભે ચડી ગયું છે અને પ્રજાના સામાન્ય કામો પણ કરાવવા મુશ્કેલ બની ગયા છે. અધિકારીઓ અને કર્મચારીઓની ખરાબ માનસિકતાને કારણે સરકારી કચેરીઓમાં એક સામાન્ય વ્યક્તિને પોતાનું કામ કરાવવું યુદ્ધ જેવું થઈ ગયું છે. કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક, પોલીસ કમિશનર જેવા ઉચ્ચ અધિકારીઓ પોતાની મનગમતી કચેરીઓ તૈયાર કરીને સરકારી સચિવો સાથે વીડિયો કોન્ફરન્સમાં જમીની હકીકતોને અવગણીને ગુલાબી ચિત્ર રજૂ કરે છે. આનાથી સરકારને વાસ્તવિક પરિસ્થિતિથી દૂર રાખવામાં આવે છે અને પ્રજા તથા જનપ્રતિનિધિઓને અવગણીને અંધાધૂંધ વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે, જેનાથી સરકારની છબીને નુકસાન પહોંચી રહ્યું છે. ખરાબ માનસિકતા ધરાવતા અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવા વિનંતી કરી
ધારાસભ્યોએ વધુમાં આરોપ લગાવ્યો છે કે, તેઓ દ્વારા સૂચવાયેલા પ્રજાના કામોને અવગણવામાં આવે છે અને અધિકારીઓ તો પ્રજાને કહે છે કે ‘તમે ધારાસભ્યની મદદ કેમ માંગી?’ આવી ખરાબ માનસિકતા વહીવટી તંત્રને સુચારુ રીતે ચલાવવા માટે યોગ્ય નથી. અગાઉ પણ આ અંગે મૌખિક રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ હવે ધારાસભ્યોએ મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે, ખરાબ માનસિકતા ધરાવતા અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવે. જનપ્રતિનિધિઓ દ્વારા સૂચવાયેલા પ્રજાના કામોને પ્રાધાન્ય આપવું જોઈએ અને પ્રજાલક્ષી નિર્ણયો લેવા જોઈએ. જરૂરી હોય તો આવા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે. 2018માં ત્રણ ધારાસભ્યએ સર્કિટ હાઉસ ખાતે બેઠક બોલાવી હતી
વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપના તે સમયના ધારાસભ્યો યોગેશભાઈ પટેલ,જીતુ સુખડિયા,મધુ શ્રીવાસ્તવ અને કેતન ઈનામદાર વડોદરા સર્કિટ હાઉસ ખાતે ભેગા થયા હતા. આ મિટિંગમાં પક્ષ દ્વારા ધારાસભ્યોને કોઈ સાંભળતું ન હોવાની ફરિયાદો ઉપરાંત કોઈ કામો પણ થતા ન હોવા અંગે હોબાળો કરાયો હતો. આ ધારાસભ્યોએ અધિકારીઓ કામ કરતા નથી તેવો બળાપો ઠાલવીને નારાજગી વ્યકત કરતાં નારાજ ધારાસભ્યોને બેઠક કરવા માટે ગાંધીનગરથી તેડું આવ્યું હતું. બીજી તરફ,ભાજપના સિનિયર નેતાઓએ આખો દિવસ ડેમેજ કંટ્રોલ કરવા માટે નારાજ ધારાસભ્યો સાથે સંપર્કમાં રહ્યા હતા અને પ્રદેશ પ્રવકતાને વડોદરા દોડાવ્યા હતા. શહેરની માંજલપુર બેઠકના ભાજપના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ, વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે સર્કિટ હાઉસ ખાતે બંધ બારણે સંયુકત બેઠક કરી હતી. જેમાં મંત્રીઓ દ્વારા તેમજ ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ધારાસભ્યોની ઉપેક્ષા થતી હોવાનો આક્ષેપ કર્યો હતો.
પ્રજાનાં કામો લઇને મંત્રીઓને મળવા જઇએ ત્યારે હોતા નથી અને તેમના પી.એસ.ને રજૂઆત કરવી પડે છે. ત્રણ ધારાસભ્યોએ નારાજગી વ્યકત કરતાં ભાજપી મોરચે ભૂકંપ સર્જાયો હતો. જેના પરિણામે,તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, તત્કાલીન પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી, તત્કાલીન શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને તત્કાલીન ગૃહ રાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ત્રણેય ધારાસભ્યોની નારાજગી અંગે પૃચ્છા કરી હતી. ભાજપના MLAએ પોતાના જ વિસ્તારમાં થયેલાં નબળાં કામની તપાસ માગી ગુજરાત સરકાર દ્વારા ગ્રામ્યસ્તરે લોકોની સુખાકારી માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પરંતુ, જૂનાગઢ તાલુકામાં આ ગ્રાન્ટનો ઉપયોગ લોકોની સુવિધા માટે નહીં પણ અધિકારીઓ અને કોન્ટ્રેક્ટરોના ખિસ્સા ભરવા માટે થતો હોય તેવું ચિત્ર ઊપસી રહ્યું છે. જૂનાગઢ-86 વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય સંજય કોરડિયાએ જ્યારે જિલ્લા કલેક્ટરને પત્ર લખીને ગંભીર તપાસની માંગ કરી, ત્યારે તંત્રમાં ફફડાટ મચી ગયો (સંપૂર્ણ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો)
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!