રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદની હવામાન નિષ્ણાંતે આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, આગામી 21થી 26 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં ફરી માવઠું પડીશે. સમગ્ર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. પરંતુ ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. વાદળછાયા વાતાવરણ બાદ તીવ્ર ઠંડી અનુભવાશેઃ જયપ્રકાશ માઢકે
વધુમાં જ્યોતિષ અને હવામાન નિષ્ણાત જયપ્રકાશ માઢકે જણાવ્યું કે, 26 જાન્યુઆરી દરમિયાન દેશના અનેક ભાગોમાં કમોસમી વરસાદ, બરફવર્ષા, ઠંડીની લહેર અને ધુમ્મસ જોવા મળી શકે છે. પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ તેમજ ગુજરાતમાં ફરી એક વખત ઠંડીની લહેર આવશે. ગુજરાતના કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 21થી 25 જાન્યુઆરી દરમિયાન હળવો વરસાદ પડી શકે છે. અમુક વિસ્તારોમાં માત્ર વાદળછાયા વાતાવરણ બાદ તીવ્ર ઠંડી અનુભવાશે. ખાસ કરીને રાત્રિના સમયે ઠંડી વધારે લાગશે. નલિયા 9.2 ડિગ્રી સાથે ઠંડુગાર
રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 9.2 ડિગ્રી નોંધાયું છે, જ્યારે અમરેલી 9.6 ડિગ્રી સાથે બીજા નંબરનું ઠંડુ શહેર રહ્યું છે. અમરેલીના તાપમાનમાં 24 કલાકમાં 3.6 ડિગ્રીનો વધારો આવ્યો છે. ગઈકાલે રાજ્યનું સૌથી નીચુ તાપમાન અમરેલીમાં 6 ડિગ્રી નોંધાયુ હતું. આગામી દિવસોમાં જો વાદળછાયું વાતાવરણ થશે તો ઠંડી ભૂક્કા બોલાવશે.