Aravalli News: અરવલ્લી જિલ્લાના મોડાસાના ભવાનપુર વિસ્તારમાં 22 વર્ષીય પરપ્રાંતિય યુવતીએ નવો મોબાઈલ ફોન ન મળતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. સામાન્ય બોલાચાલી બાદ આવેશમાં આવીને યુવતીએ ભરેલા આ પગલાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

મોબાઈલ માટે થયો હતો ગૃહકલેશ

મળતી માહિતી અનુસાર, મૂળ નેપાળનું એક દંપતી રોજગારીની શોધમાં મોડાસા આવ્યું હતું અને ભવાનપુર વિસ્તારમાં રહીને ચાઈનીઝની લારી ચલાવી પોતાનું ગુજરાન ચલાવતું હતું. 22 વર્ષીય ઉર્મિલા રીજાન નામની યુવતીએ તેના પતિ પાસે નવો મોબાઈલ ફોન લઈ આપવાની માંગ કરી હતી.

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!