ફળોના રાજા ગણાતી કેરીના ઉત્પાદન પર છેલ્લા થોડા વર્ષોથી કુદરતી આપત્તિઓનો કહેર સતત વધી રહ્યો છે. આ વર્ષે પણ લાંબા ચોમાસા બાદ હવે વાતાવરણમાં આવેલા અચાનક પલટાએ દક્ષિણ ગુજરાતના, ખાસ કરીને નવસારીના આંબા રાખતા ખેડૂતોની ઊંઘ હરામ કરી દીધી છે. તાપમાન અને ભેજમાં જોવા મળતા અસંતુલનને કારણે આંબાવાડીઓમાં મંજરીઓ (મોર) કાળી પડીને ખરવા લાગી છે, જેનાથી આ વર્ષે કેરીના ઉત્પાદન પર જોખમ તોળાઈ રહ્યું છે. તાપમાનમાં 18થી 20 ડિગ્રીનો તફાવત ઘાતક
નવસારી પંથકમાં હાલ વિચિત્ર હવામાન જોવા મળી રહ્યું છે. દિવસે તાપમાનનો પારો 32-33 ડિગ્રી સુધી પહોંચી જાય છે, જ્યારે રાત્રિના સમયે તે ગગડીને 13થી 14 ડિગ્રીએ પહોંચે છે. દિવસ અને રાત્રિના તાપમાન વચ્ચેનો આ 18 ડિગ્રી જેટલો મોટો તફાવત આંબાના ઝાડ માટે ‘સ્ટ્રેસ’ (તણાવ) ઊભો કરે છે. આ પરિસ્થિતિને કારણે આંબા પર લાગેલી મંજરીઓ અને જુવારના દાણા જેવડી કેરીઓ ખરવાની શરૂઆત થઈ છે. ભેજ અને ઝાંકળને કારણે જીવાતનો ઉપદ્રવ
હાલ વાતાવરણમાં ભેજનું પ્રમાણ 40 ટકાથી 80 ટકાની વચ્ચે રહે છે. રાત્રે વધુ ભેજ અને સવારે પડતા ઝાંકળ કે ધુમ્મસને કારણે ભૂકીછારો (Powdery Mildew) અને એન્થ્રેકનોઝ જેવા ફૂગજન્ય રોગોનો વ્યાપ વધ્યો છે. કેરીના પાક માટે દુશ્મન ગણાતા હોપર્સ (મધિયો/દિઘા) અને ડેગા જેવી જીવાતોનો ઉપદ્રવ વધ્યો છે. કુદરતી ફ્લાવરિંગ લાવવામાં નિષ્ફળતા મળતા ખેડૂતોએ ‘કલતાર’નો સહારો લીધો હતો, પરંતુ હવે પાક બચાવવા મોંઘી દવાઓના વધારાના છંટકાવ કરવા પડી રહ્યા છે. કૃષિ નિષ્ણાતોની સલાહ: કેવી રીતે બચાવવો પાક?
નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ભૂપી ટંડેલ અને અનુભવી ખેડૂત વિનાકીન પટેલ દ્વારા ખેડૂતોને નીચે મુજબના સાવચેતીના પગલાં લેવા સૂચન કરવામાં આવ્યું છે: ખેડૂત વિનાકીન પટેલે પોતાની વ્યથા ઠાલવતાં જણાવ્યું હતું કે, આ વર્ષે વાતાવરણ ખેડૂતોની આશાને પડકાર આપી રહ્યું છે. આમ્રમંજરી બચાવવા અત્યારે દવા છાંટવી પડી રહી છે અને બાદમાં ફળ બચાવવા પણ મોટો ખર્ચ થશે. આવક સામે જાવક વધતા આર્થિક ગણતરીઓ ઊંધી પડી રહી છે. નવસારીના સ્વાદપ્રિય લોકો કેરીની મીઠાશ માણવા આતુર છે, પરંતુ જો વાતાવરણમાં આ જ પ્રકારે અનિશ્ચિતતા જળવાઈ રહેશે તો ખેડૂતો માટે આ વર્ષ ‘ખાટું’ સાબિત થઈ શકે છે. સતત મોનિટરિંગ અને વૈજ્ઞાનિક પદ્ધતિથી દવાનો છંટકાવ જ હવે ખેડૂતોનો એકમાત્ર સહારો બચ્યો છે.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!