
Vadodara DRM Cup2026 : વડોદરા વિભાગના ઓપરેટિંગ વિભાગની ટીમે ડીઆરએમ કપ–2026 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરીને ખિતાબ જીત્યો છે. પ્રતાપનગર સ્થિત માધવરાવ સિંધિયા સ્ટેડિયમ ખાતે રમાયેલા ફાઈનલ મુકાબલામાં ઓપરેટિંગ વિભાગની ટીમે વિદ્યુત (ટ્રેક્શન) વિભાગની ટીમને 7 વિકેટથી પરાજય આપી ડીઆરએમ કપ હાંસલ કર્યો હતો.
તા. 8 થી 20 જાન્યુઆરી દરમિયાન આયોજિત આ ટૂર્નામેન્ટમાં વડોદરા વિભાગના વિવિધ વિભાગોની કુલ 16 ટીમોએ ભાગ લીધો હતો. ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ વિદ્યુત (ટ્રેક્શન) વિભાગ અને ઓપરેટિંગ વિભાગ વચ્ચે રમાઈ હતી, જેમાં ઓપરેટિંગ વિભાગની ટીમે ડીઆરએમ ટ્રોફી–2026ની ચેમ્પિયન બની છે.
