ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ (Gujarat First News) ‘સ્ટુડિયો ઓન વ્હીલ્સ’ (Studio on Wheels) ઉપક્રમે આયોજિત વિશેષ કાર્યક્રમમાં ઉત્તર ગુજરાત ફલશ્રુતિ અને રત્ન સન્માન સમારોહ યોજાયો હતો.
આ ગરિમામય અવસરે રાજ્યના માનનીય વન અને પર્યાવરણ મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીના વરદ હસ્તે હિતેષ પટેલ (H.H) ને ઉત્કૃષ્ટ સામાજીક સેવા કાર્યો માટે ‘ઉત્તર ગુજરાત રત્ન’ સન્માન એનાયત કરવામાં આવ્યું હતું. સામાજીક ક્ષેત્રે યુવાનોને પ્રેરણા આપે એવી અનેક પ્રકારની કાયમી સેવાઓ કરવા બદલ હિતેષભાઈને આ સન્માન આપવામાં આવ્યું હતું.
હિતેષભાઇને તેમના મિત્રો અને સબંધીઓ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
