ઊંઝા જેસીસ ક્લબ,અલ્કેશભાઈ પટેલ અન્ય સહાયક પર્યાવરણ પ્રેમી મિત્રો તથા સેવકોની સખ્ત મહેનત અને સતત દેખરેખ નીચે છેલ્લા ઘણા મહિનાના એકધારા પ્રયત્નોથી હરિયાળું ઊંઝા અંતર્ગત આજે ઊંઝા સીમની સર્વે નંબર 624 મો 15,200 વૃક્ષોનું વાવેતર કરી 45 જાતના અલગ-અલગ વૃક્ષો વાવેતર કર્યા.

પર્યાવરણ પ્રેમી ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ આ પ્રોજેક્ટમાં ખૂબ ઊંડો રસ રાખી ઊંઝા માં નવીન નાળુ બનાવવા 5 લાખની ગ્રાન્ટ પણ ફાળવી.
તે કામની શરૂઆત ઊંઝાના નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન ડી પટેલ (મિલન) આ જગ્યા ઉપર બાવળ દૂર કરી આ જગ્યા પિકનિક સ્થળ બને તે માટે રસ દાખવી રહ્યા છે.
આ પ્રસંગે ઊંઝા નગરપાલિકાના એન્જિનિયર જયદીપભાઇ પટેલ અને મૌલિકભાઈ પટેલ પણ હાજર રહેલ. ઊંઝાની અન્ય સંસ્થાઓ આ પ્રોજેક્ટને સફળ બનાવવા ખૂબ રસ લઈ રહ્યા છે.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
